ડેરી ડેન સર્કલ પાસે તૂટેલા ગટરના ઢાંકણામાં ટેમ્પો ફસાયો, ચાલકનો આબાદ બચાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરમાં ખુલ્લી ગટર અને તૂટેલા ગટરના ઢાંકણાં વાહનચાલકો માટે સતત જોખમરૂપ બની રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગટરના ઢાંકણાં તૂટી ગયેલા અથવા ગાયબ હોવાના બનાવો સામે આવી રહ્યા છે, જેના કારણે અકસ્માતની ભીતિ વધી રહી છે.
આજે ડેરી ડેન સર્કલ નજીક ગટરનું ઢાંકણું તૂટી જતાં એક ટેમ્પો તેમાં ફસાઈ ગયો હતો. સદનસીબે ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અલકાપુરીના પ્રોડક્ટિવિટી રોડ પર અજાણ્યા શખ્સે ગટરનું ઢાંકણું ચોરી જતાં ખુલ્લી ગટર રહી ગઈ હતી. આ ઉપરાંત અગાઉ કપુરાઈ માર્ગ પર પણ ગટરના તકલાદી ઢાંકણાં અંગે સામાજિક કાર્યકર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા.
સ્થાનિકોનું કહેવું છે કે શહેરમાં તૂટેલા અને ખુલ્લા ગટરના ઢાંકણાં વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. તેમણે તંત્રને તાત્કાલિક આવા તમામ જોખમી સ્થળોની તપાસ કરીને નવા અને મજબૂત ઢાંકણાં લગાવવાની માગ કરી છે.









