Baroda
માંજલપુર પોલીસ સ્ટેશનની સામે ફૂટપાથ પર બેઠેલા મિત્રોને ટક્કર મારી ટેમ્પો ચાલક ફરાર
By GS Team
22 Sep 20261 min read
માંજલપુર પોલીસ સ્ટેશન સામે ફૂટપાથ પર બેઠેલા દિલીપભાઈ ડામોર અને તેમના મિત્ર પુનીયાભાઈને થ્રી-વ્હીલ ટેમ્પો ચાલકે ટક્કર મારી. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. દિલીપભાઈને પાંસળીમાં ફ્રેક્ચર થયું, જ્યારે પુનીયાભાઈને માથા અને ડાબા પગે ઈજા થઈ. માંજલપુર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

માંજલપુર પોલીસ સ્ટેશનની સામે ઝૂંપડામાં રહેતો શ્રમજીવી તેના મિત્ર સાથે ફૂટપાથ પર બેઠો હતો. તે દરમિયાન થ્રી વ્હીલ ટેમ્પો ચાલક તેઓને ટક્કર મારીને ભાગી ગયો હતો.
માંજલપુર પોલીસ સ્ટેશનની સામેે ઝૂંપડામાં રહેતા દિલીપભાઇ નરસિંગભાઇ ડામોર ગત ૨૦ મી તારીખે રાત્રે તેના મિત્ર પુનીયા ભાઇ સાથે ઝંૂપડાની બહાર ફૂટપાથ પર બેઠો હતો. તે દરમિયાન પૂરઝડપે આવતા ટેમ્પો ચાલક તેઓને ટક્કર મારીને ભાગી ગયો હતો.દિલીપભાઇને પાંસળીમાં ફ્રેક્ચર થયું હતું. જ્યારેપુનીયાભાઇને માથાની પાછળ અને ડાબા પગમાં ઇજા થઇ હતી. બનાવ અંગે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.