રથયાત્રામાં ધક્કા મુક્કીનો લાભ ઉઠાવી ગઠિયો સોનાનું મંગળસૂત્ર સેરવી ગયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ભીડનો લાભ ઉઠાવી તસ્કરો દ્વારા ભક્તોના મોબાઇલ ફોન અને દાગીનાની ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ વધુ એક ઘટનામાં ભીડનો લાભ લઈ અજાણ્યા તસ્કરે મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર સેરવી ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફતેપુરા વિસ્તારમાં આવેલા મંગલેશ્વર ઝાપા ખાતે રહેતી 33 વર્ષની શીતલ રૂપેશ સોલંકી ગત 16 જુલાઈના રોજ પરિવાર સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન માટે ગઈ હતી. દરમિયાન ગાંધીનગર ગૃહ નજીક રથયાત્રામાં પ્રસાદી લેવા જતાં ભારે ભીડનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરે તેમના ગળામાંથી રૂ. 65,800 કિંમતનું સોનાનું મંગળસૂત્ર સેરવી ફરાર થઈ ગયો હતો.
ઘટના બાદ મંગળસૂત્રનું ખરીદી બિલ મેળવવામાં સમય લાગતાં ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદના આધારે રાવપુરા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









