Baroda

પોણાચાર કરોડની ઠગાઇના કેસમાં સિધ્ધેશ્વર પ્રાઇમ ગ્રુપના સુરેશ પાનસુરિયા અને તેનો ભાઇ જેલમાં રવાના

By GS Team
21 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં હરણી-સમા રોડ પર સિધ્ધેશ્વર પ્રાઇમ પ્લસ અને પેરેડાઇઝ સ્કીમમાં રોકાણના નામે 3.75 કરોડની ઠગાઈ થઈ છે. બિલ્ડર સુરેશ પાનસુરિયા અને ભાઈ મનીષ પાનસુરિયાને જેલમાં મોકલાયા છે. દર્શિત શાહ પાસેથી 3 કરોડનું રોકાણ કરાવી વળતર ન આપતા ફરિયાદ થઈ હતી. અન્ય 2 રોકાણકારોએ પણ 0.75 કરોડ ગુમાવ્યા હતા. પોલીસે વધુ ભોગ બનનારને સંપર્ક કરવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પોણાચાર કરોડની ઠગાઇના કેસમાં સિધ્ધેશ્વર પ્રાઇમ ગ્રુપના સુરેશ પાનસુરિયા અને તેનો ભાઇ જેલમાં રવાના

હરણી-સમા લિન્ક રોડ પર આવેલી સિધ્ધેશ્વર પ્રાઇમ પ્લસ અને સિધ્ધેશ્વર પેરેડાઇઝ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટના નામે રૃ.પોણા ચાર કરોડની ઠગાઇના કેસમાં પકડાયેલા બિલ્ડર સુરેશ પાનસુરિયા અને તેના ભાઇ મનીષ પાનસુરિયાને જેલમાં મોકલવામાં આવ્યા છે.
દર્શિત શાહ નામના ઇન્વેસ્ટર પાસે સ્કીમમાં રૃ.૩ કરોડનું રોકાણ કરાવ્યા બાદ એસપી ઇન્ફ્રા ગુ્રપના બિલ્ડરોએ બે ટકાનું વળતર આપવાનું બંધ કરી મૂડી પરત નહિ કરતાં તેમણે પોલીસ ફરિયાદ કરી હતી.જેને આધારે હરણીના પીઆઇ એસવી વસાવાએ બિલ્ડર અને અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સુરેશ ભદાભાઇ પાનસુરિયા તેમજ તેના ભાઇઓ અને પુત્ર સામે ગુનો નોંધ્યો હતો.આ ફરિયાદમાં અન્ય બે ઇન્વેસ્ટરો પણ ફરિયાદમાં જોડાયા હતા,જેમણે રૃ.પોણો કરોડ જેટલી રકમ ગૂમાવી હતી.
બે દિવસ પહેલાં સુરેશ પાનસુરિયા અને તેનો મનીષ પાનસુરિયા ઝડપાઇ જતાં તેમને એક દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા.જે રિમાન્ડ પુરા થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
દરમિયાનમાં એસીપી જીબી બાંભણિયાએ પાનસુરિયા બંધુના ભોગ બનેલાઓને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાતાં પાંચ થી છ જેટલા લોકોએ હરણી પોલીસનો સંપર્ક કર્યો હતો.પરંતુ હજી સુધી તેઓ ફરિયાદ કરવા માટે તૈયાર થયા નહતા.