Baroda

ખાંડના ભાવ વધારાથી મીઠાઈઓના ભાવમાં પ્રતિ કિલો રૃા20 થી 30ના વધારાના ભણકારા

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરા સહિત રાજ્યભરમાં ખાંડના ભાવ એક જ મહિનામાં 20 થી 25 રૂપિયા વધીને 65 થી 75 રૂપિયા પ્રતિ કિલો થયા છે. રક્ષાબંધન પૂર્વે મીઠાઈના વેપારીઓ મૂંઝવણમાં છે, કારણ કે ખાંડ, દૂધ, માવા અને ડ્રાયફ્રુટના ભાવ વધતા મીઠાઈ 20 થી 30 રૂપિયા મોંઘી થવાની શક્યતા છે. વડોદરાના 400 વેપારીઓએ રક્ષાબંધન સુધી ભાવ નહીં વધારવાનો નિર્ણય લીધો છે, પરંતુ ત્યારબાદ વધારો નિશ્ચિત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખાંડના ભાવ વધારાથી મીઠાઈઓના ભાવમાં પ્રતિ કિલો રૃા20 થી 30ના વધારાના ભણકારા

એક જ મહિનામાં ૨૦ થી ૨૫ રુપિયાના વધારાના પગલે ખાંડનો સ્વાદ કડવો થઈ ગયો છે.છૂટક બજારમાં અત્યારે ૬૫ થી ૭૫ રુપિયા પ્રતિ કિલોના ભાવે ખાંડ વેચાઈ રહી છે અને તેના કારણે હવે મીઠાઈ પણ મોંઘી થવાના એંધાણ વરતાઈ રહ્યા છે.
એક તરફ રક્ષાબંધન સામે છે અને આ એવુ પર્વ છે જ્યારે મીઠાઈનું સૌથી વધારે વેચાણ થતું હોય છે.આવા સંજોગોમાં ભાવ વધારવા અંગે મીઠાઈના વેપારીઓ પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે.કારણકે ઘરાકી ગુમાવવાનો પણ ડર છે.એક અંદાજ એવો છે કે, ખાંડના ભાવની સાથે સાથે દૂધ, માવા અને ડ્રાયફ્રુટના ભાવ વધવાથી વિવિધ પ્રકારની મીઠાઈઓમાં ૨૦ થી ૩૦ રુપિયા પ્રતિ કિલોનો વધારો થઈ શકે છે.વડોદરા શહેર મીઠાઈ ફરસાણ ઉત્પાદક વેપારી મંડળના સેક્રેટરી નવલ બુમિયાનું કહેવું છે કે, મીઠાઈના ઉત્પાદન ખર્ચ પર સીધી અસર પડી છે.આમ છતા અમારા સંગઠને રક્ષાબંધન સુધી મીઠાઈનો ભાવ વધારો નહીં કરવા માટે નિર્ણય લીધો છે.અમારા સંગઠનમાં ૪૦૦ જેટલા વેપારીઓ સભ્ય છે.જોકે રક્ષાબંધન બાદ મીઠાઈના ભાવ વધી શકે છે.જોે બજારમાં પુરવઠો વધે અને ગભરાટ ભરી ખરીદી અટકે તો ખાંડના ભાવમાં ઘટાડો થવાની અને તેના કારણે મીઠાઈના ભાવ વધારા પર બ્રેક વાગે તેવી પણ શ ક્યતા નકારી શકાય નહીં.

ઘીના ભાવમાં પણ વધારાની શક્યતા
સંગઠનના સચિવ નવલ બુમિયાના મતે મીઠાઈના ભાવમાં આગામી દિવસોમાં વધારો થવાનું એક કારણ ઘીના ભાવમાં વધારો પણ હશે.કારણકે એનેલોગ પનીર પર મૂકાયેલા પ્રતિબંધ બાદ પનીરની માગ પૂરી કરવા માટે દૂધની માગમાં વધારો થઈ રહ્યો છે અને તેના કારણે ઘી સહિત બીજી પણ ડેરી પ્રોડકટસના ભાવ વધવાની શક્યતા છે.જેની સીધી અસર મીઠાઈઓના ભાવ પર પડશે.