સોનમ વાંગચુકને સમર્થન આપવા રેલી નીકળે તે પહેલા વિદ્યાર્થીઓની અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

યુજી નીટ પરીક્ષાનું પેપર લીક થયા બાદ દિલ્હીમાં જંતર મંતર ખાતે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે દેખાવો થઈ રહ્યા છે.જેમાં એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક ૨૦ દિવસ કરતા વધારે સમયથી ભૂખ હડતાળ કરી રહ્યા છે.
આજે સોનમ વાંગચુકના સમર્થનમાં એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં પણ કેટલાક વિદ્યાર્થી સંગઠનોએ રેલી કાઢવાનું આયોજન કર્યું હતું.બેનરો અને પોસ્ટરો સાથે સેંકડો વિદ્યાર્થીઓ આર્ટસ ફેકલ્ટી ખાતે એકઠા થયા હતા.જ્યાંથી રેલી સમગ્ર કેમ્પસમાં ફરવાની હતી.
જોકે રેલી નીકળે તે પહેલા મોટા પાયે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.પોલીસે સેંકડો વિદ્યાર્થીઓની અટકાયત કરીને રેલી કાઢવાના વિદ્યાર્થીઓના મનસૂબાઓ પર પાણી ફેરવી દીધું હતુ.આ વિદ્યાર્થીઓને બાદમાં મુકત કરી દેવાયા હતા.જોકે શાંતિપ્રિય રીતે રેલી કાઢવા માગતા વિદ્યાર્થીઓને અટકાવવા મેદાનમાં આવેલી પોલીસ સામે રોષની લાગણી પણ જોવા મળી હતી.




