Baroda

સ્કૂલમાં ધક્કો વાગતા થયેલા ઝઘડાની અદાવત રાખી એક વર્ષ પછી વિદ્યાર્થી પર પટ્ટા અને ચપ્પુથી હુમલો

By GS Team
5 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરાના ગોરવા વિસ્તારમાં, 11મા ધોરણના વિદ્યાર્થી પર જૂની અદાવત રાખી હુમલો થયો. એક વર્ષ પહેલા સ્કૂલમાં ધક્કામુક્કીની તકરાર બાદ, સમાધાનના બહાને બોલાવી 3 હુમલાખોરોએ ચપ્પુ અને પટ્ટા વડે માર માર્યો. માથામાં ગંભીર ઈજા થતાં વિદ્યાર્થીને હોસ્પિટલ દાખલ કરાયો. ગોરવા પોલીસે ગુનો નોંધી 3 આરોપીઓની અટકાયત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્કૂલમાં ધક્કો વાગતા થયેલા ઝઘડાની અદાવત રાખી એક વર્ષ પછી વિદ્યાર્થી પર પટ્ટા અને ચપ્પુથી હુમલો

Vadodara Crime : વડોદરાનો ગોરવા વિસ્તારમાં એક વર્ષ પહેલા સ્કૂલમાં થયેલી તકરારની અદાવત રાખી વિદ્યાર્થી ઉપર હીચકારો હુમલો થતાં તેને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ગોરવાની એક સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 11 ના વિદ્યાર્થીને એક વર્ષ પહેલા સ્કૂલમાં ધક્કો વાગવા બાબતે તકરાર થઈ હતી. તા.3જી એ રાત્રે વિદ્યાર્થી દાવત માટે ગયો હતો તે દરમિયાન અન્ય એક યુવક તેને બોલાવવામાં
માટે આવ્યો હતો.
સમાધાન માટે વિદ્યાર્થીને નજીકના ગ્રાઉન્ડમાં લઈ જવાયો હતો જ્યાં અગાઉથી ઉભેલા ત્રણ હુમલાખોરોએ ગાળો ભાંડી ચપ્પુ તેમજ પટ્ટા વડે તેને માર મારતા વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થઈ હતી. વિદ્યાર્થીના વાલી આવે તે પહેલા તેના અન્ય બે મિત્રોએ વચ્ચે પડી છોડાવ્યો હતો અને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ગોરવા પોલીસે ગઈકાલે ગુનો નોધી ત્રણેય હુમલાખોરોની અટકાયત કરી છે.