ઓટોરિક્ષા ભાડામાં રાજ્ય સરકારે નવા દરો જાહેર કર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્ય સરકારે ઓટોરિક્ષા મુસાફરો માટે નવા ભાડાના દરો જાહેર કર્યા છે. પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગે મોટર વ્હીકલ એક્ટ, ૧૯૮૮ની કલમ ૬૭ હેઠળ નવી સૂચના બહાર પાડી છે, જે આજે ૭ ઓગસ્ટ, ૨૦૨૬થી અમલમાં આવી છે. અગાઉ વર્ષ ૨૦૨૨માં જાહેર કરાયેલી સૂચનાને રદ કરીને નવા ભાડા અમલમાં મૂકવામાં આવ્યા છે.
નવી સૂચના મુજબ શહેર અને તેની સીમા સાથે જોડાયેલા વિસ્તારમાં ઓટોરિક્ષાનું પ્રથમ ૧.૨ કિલોમીટરનું લઘુત્તમ ભાડું હવે રૃા.૨૫ રહેશે. ત્યારબાદ દર ૨૦૦ મીટરે રૃા.૪ વસૂલવામાં આવશે.
શહેરની હદ બહારની મુસાફરી માટે શહેરની સીમા બાદના અંતર પર દોઢ ગણું ભાડું વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. જોકે મુસાફર એ જ રિક્ષામાં પરત શહેરમાં આવે તો સમગ્ર મુસાફરી માટે શહેરના સામાન્ય દર મુજબ જ ભાડું લેવામાં આવશે.
નવી સૂચના મુજબ રિક્ષા ઊભી રાખવા(વેઈટિંગ)ના પ્રથમ પાંચ મિનિટ બાદ દર મિનિટે રૃા.૧ વેઇટિંગ ચાર્જ વસૂલાશે. શહેરમાં મહત્તમ એક કલાક અને શહેર બહાર બે કલાક સુધી રાહ જોવાની મર્યાદા રહેશે. ઉપરાંત રાત્રે ૧૧ વાગ્યાથી સવારે ૫ વાગ્યા દરમિયાન કરાતી મુસાફરી પર મૂળ ભાડા પર ૫૦ ટકા સરચાર્જ વસૂલવાની જોગવાઈ પણ કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક અંદાજ મુજબ વડોદરા શહેરમાં આશરે સવા લાખ ચાલકા માટે રિક્ષા એ રોજગારીનું સાધન છે.









