Baroda

ખિસકોલી સર્કલ વુડાના બંધ મકાનમાંથી ચોરી

By GS Team
25 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાના શિવાજીપુરી વુડાના મકાનમાં રહેતા રિક્ષાચાલક રાજેશભાઈ રાણાના બંધ ઘરમાં 10મી તારીખે ચોરી થઈ હતી. તેમના પત્ની નોકરી પરથી પરત ફર્યા ત્યારે ઘરનું લોક તૂટેલું હતું. ચોર ટોળકી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા 6,000 મળી કુલ 85,600 રૂપિયાની મતા ચોરી ગઈ હતી. અટલાદરા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખિસકોલી સર્કલ વુડાના બંધ મકાનમાંથી ચોરી

ખિસકોલી સર્કલ પાસે શિવાજીપુરી વુડાના મકાનમાં રહેતા રિક્ષા ડ્રાઇવર રાજેશભાઇ બાવજીભાઇ રાણા તથા તેમના પત્ની ગત ૧૦ મી તારીખે ઘરને તાળું મારીને નીકળ્યા હતા. તેમની પત્ની નોકરી ગઇ હતી. સાંજે પોણા સાત વાગ્યે તેઓ ઘરે આવ્યા ત્યારે મકાનનું લોક તૂટેલી હાલતમાં હતું.ચોર ટોળકી ઘરમાંથી સોના ચાંદીનાદાગીના અને રોકડા ૬ હજાર મળી કુલ ૮૫,૬૦૦ રૃપિયાની મતા ચોરી ગઇ હતી. જે અંગે અટલાદરા પોલીસે તપાસ હાથ ધરી છે.