જન્માષ્ટમી પર્વને ધ્યાનમાં રાખીને આણંદ-ડાકોર વચ્ચે ખાસ ટ્રેન, આજે આણંદથી ડાકોર અને આવતીકાલે ડાકોરથી આણંદ માટે દોડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Janmashtami Special Train : આવતીકાલે જન્માષ્ટમી પર્વની ઉજવણીને પગલે ડાકોરમાં ભક્તોની ભારે ભીડ ઉમટવાની શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા માટે આણંદ-ડાકોર વચ્ચે ખાસ ભાડા સાથે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વડોદરા ડિવિઝન દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર આણંદ-ડાકોર જન્માષ્ટમી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન 4 સપ્ટેમ્બર, 2026ના રોજ રાત્રે 10.20 વાગ્યે આણંદથી ઉપડશે અને તે જ રાત્રે 11.15 વાગ્યે ડાકોર પહોંચશે.
જ્યારે પરત મુસાફરી માટે ડાકોર-આનંદ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન 5 સપ્ટેમ્બર, 2026ના રોજ વહેલી રાત્રે 2 વાગ્યે ડાકોરથી ઉપડશે અને રાત્રે 2.55 વાગ્યે આણંદ પહોંચશે.
આ ખાસ ટ્રેન બંને દિશામાં ઉમરેઠ રેલવે સ્ટેશન પર રોકાશે. ટ્રેનમાં તમામ જનરલ શ્રેણીના અનરિઝર્વ્ડ કોચ રાખવામાં આવ્યા છે.




