પિતા સામે ફરિયાદ કરનાર પર પુત્રનો હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પોલીસ ફરિયાદની અદાવત રાખી બે આરોપીઓએ બાઇક પર આવીને હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
સોમા તળાવ ઘાઘરેટિયા વિસ્તારમાં રહેતા ઇશ્વરસિંગ બલવીરસિંગ સિકલીગરે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૬ મી તારીખે બપોરે ૧૨ વાગ્યે અમે ખંડેરાવ માર્કેટ પાસે ગુરુદ્વારામાં લંગરમાં ગયા હતા. ત્યાંથી બપોરે ત્રણ વાગ્યે અમે પરત આવતા હતા. તે દરમિયાન મનુસિંગ તેની બાઇક અમારી બાઇકની આગળ ઊભી કરી દીધી હતી. મારા પિતા સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં કેમ ફરિયાદ કરી છે, તેવું કહીને તેણે મારા પર પાઇપથી હુમલો કર્યો હતો. મારી પત્ની છોડાવવા આવતા તેના પર પણ હુમલો કર્યો હતો. લોકો ભેગા થઇ જતા હુમલાખોરો ભાગી ગયા હતા. અને જતા સમયે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.




