ગોરવાની નિત્યાનંદ સોસાયટીમાં SMC નો દરોડો, દારૂ ભરેલી ત્રણ કાર સાથે 22 લાખનો મુદ્દામાલ કબજે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : દારૂબંધી માટે કડકવલણ અપનાવવામાં આવતું હોવા છતાં દારૂનો મોટો જથ્થો ઘુસાડવામાં આવતો હોવાનો રોજેરોજ બનાવ બની રહ્યા છે. ગોરવા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી દારૂ ભરેલી ત્રણ કાર સહિત 22.35 લાખ ઉપરાંતની મતા કબજે કરી છે.
ગોરવા લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી નિત્યાનંદ સોસાયટીમાં રોહિત કટઠેરીયા નામનો શખ્સ બહારથી દારૂનો મોટો જથ્થો લાવ્યો હોવાની વિગતો મળતા સ્ટેટ મોનિટરીંગ સેલે ગઈકાલે મોડી સાંજે દરોડો પાડ્યો હતો.
પોલીસે સોસાયટીમાંથી ત્રણ બિનવારસી કાર કબજે કરી હતી. કારના કાચ તોડી તપાસ કરતાં અંદરથી રૂ.11 લાખ ઉપરાંતની કિંમતની 2380 નંગ વિદેશી શરાબની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે રોહિત કથેરીયાને વોન્ટેડ જાહેર કર્યો છે અને ત્રણે કાર તેમજ દારૂ મળી કુલ રૂ.22.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.




