Baroda

જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી SMCનો દરોડોઃ4.50 લાખનો દારૃ પકડાયો

By GS Team
7 Aug 20261 min read
TukuTouch Logo
જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી 4.60 લાખના દારૂ સાથે ખાલીદ શેખ અને અલ્પેશ મિહોલિયાને ઝડપ્યા. કરોડિયાના રમેશનગરમાં ખુલ્લેઆમ દારૂની હાટડી ચાલતી હોવા છતાં સ્થાનિક પોલીસ અંધારામાં રહી. SMCએ દરોડામાં 3259 બોટલ દારૂ, મોબાઈલ અને સ્વાઈપ મશીન સહિત 6.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે 6 અન્યને વોન્ટેડ જાહેર કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી SMCનો દરોડોઃ4.50 લાખનો દારૃ પકડાયો

જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી રૃ.૪.૬૦લાખની કિંમતના દારૃ સાથે ખાલીદ શેખ અને અલ્પેશ મિહોલિયાને ઝડપી પાડયા છે.
જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ પણ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હોવા છતાં કરોડિયાના રમેશનગર વિસ્તારમાં ખુલ્લેઆમ દારૃની હાટડી ચાલતી હોવાથી ગાંધીનગર સુધી તેની જાણ થઇ હતી.પરંતુ સ્થાનિક પોલીસ અને ડીસીપી ની એલસીબી અંધારામાં રહ્યા હતા.
એસએમસીએ દરોડો પાડયો ત્યારે ટેબલ- ખુરશી અને ઓરડીમાં દારૃની કુલ ૩૨૫૯ બોટલ મળી આવી હતી.પોલીસે દારૃના અડ્ડા પરથી નામચીન ખાલિદ કામસભાઇ શેખ (રમેશ નગર,બોરિયા તળાવ પાસે)અને અલ્પેશ રાજેન્દ્ર મિહોલિયા(રમેશ નગર, ઇબ્રાહીમ રાઠોડની ઓરડીમાં)ને ઝડપી પાડી મોબાઇલ,પેમેન્ટ માટેનું સ્વાઇપ મશીન અને અન્ય ચીજો મળી રૃ.૬.૫૦ લાખની મતા કબજે કરી હતી.
પોલીસે ઇમરાન ઇબ્રાહીમભાઇ રાઠોડ (રમેશ નગર),તુફેલ ઇમરાન રાઠોડ(રમેશ નગર),રફીકશા દિવાન, સાહિલ રાજ,પરવેઝ રાઠોડ અને આરિફ ઉર્ફે જગ્ગા રાઠોડ(તમામ રહે.ફૂલવાડી,નવાયાર્ડ)ને વોન્ટેડ જાહેર કર્યા છે.