વડોદરા: સ્માર્ટ સિટીના વહીવટી અધિકારી દ્વારા ખરીદીમાં ગોટાળા: ફરી આઈટી વિભાગમાં નિમણૂક થતા વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા કોર્પોરેશનના આધારકાર્ડની કામગીરી સંભાળનાર અધિકારી સામે વિરોધ થતા તેઓ પાસેથી આસિસ્ટન્ટ કમિશનરનો ચાર્જ લઈ લેવામાં આવ્યો ત્યારે ખરેખર તેઓ અગાઉ આઈટી ડિપાર્ટમેન્ટમાં સિસ્ટમ એનાલિસ્ટ તરીકે ફરજ બજાવતા હતા તે જગ્યાએ તેમને પરત મૂકવામાં આવે તેને બદલે જે એક મહિલા કર્મચારી સાથે વિવાદ થયા હતા તે મહિલા કર્મચારી શરૂઆતથી આઇટી ડિપાર્ટમેન્ટમાં ડેટા ઓપરેટર છે તેને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વહીવટી અધિકારી તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો હતો તેમાં તેઓ દ્વારા ખરીદીમાં ગોટાળા બહાર આવતા ફરી તે મહિલા કર્મચારીને અન્ય વિભાગમાં બદલી કરવાને બદલે એક ઉચ્ચ અધિકારીની ભલામણથી આઇટી ડિપાર્ટમેન્ટમાં નિમણૂક કરી દેવામાં આવી છે જેથી સિસ્ટમ એનાલિસ્ટ ફરીથી આઈ.ટી.વિભાગમાં આવે નહીં તેવી પેરવી છેલ્લા કેટલાક વર્ષોથી થઈ રહી હોવાથી વિવાદ સર્જાયો છે.
કોર્પોરેશનના આઇ.ટી. વિભાગમાં પ્રોગ્રામ સિસ્ટમ એનાલિસ્ટ તરીકે સમિક જોશીની નિમણૂક થઈ હતી ત્યારે તેમની સાથે કામ કરનાર એક મહિલા કર્મચારીને હેરાન પરેશાન કરે છે તે અંગેની ફરીયાદ થતા પગલા ભરવામાં આવ્યા હતા. આખરે તપાસ થયા બાદ સમીક જોશીને પુનઃ નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન જે મહિલા કર્મચારીની આઈ.ટી. વિભાગમાં વર્ષ 2013 થી ડેટા ઓપરેટર તરીકે નિમણૂક થઈ હતી તેમણે વર્ષ 2015 સુધીમાં કોર્પોરેશનના અલગ અલગ ચાર વિભાગમાં ફરજ બજાવી ત્યારબાદ તેઓને ફરી આઈટી વિભાગમાં નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2016 માં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત આ મહિલા કર્મચારીને વહીવટી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી તેઓ દસ વર્ષ સુધી એટલે કે વર્ષ 2026 સુધી ફરજ પર રહ્યા તે દરમિયાન સ્માર્ટ સિટીમાં તાજેતરમાં થયેલી ખરીદીમાં ગોટાળા ડેપ્યુટી કમિશનર વી.એમ. રાજપૂતે પકડી પાડ્યા તેમજ કેટલાક કર્મચારીઓ સાથે ઉદ્ધત વર્તન અંગેની ફરિયાદો થતા વહીવટી અધિકારી પદેથી તેઓને હટાવી દઈ ફરી આઈટી વિભાગમાં ડેટા ઓપરેટર તરીકે નિમણૂક કરી છે. જેથી વિવાદ સર્જાયો છે.
એ જ રીતે આઇટી વિભાગમાં ડેટા ઓપરેટર તરીકે એક કર્મચારીની વર્ષ 2000 માં નિમણૂક થઈ હતી તેઓની નિમણૂક બાદ રેવન્યુ ઓફિસર તરીકે આંતરિક બઢતીથી નિમણૂક કરી તેમ છતાં તેઓને આઇટી વિભાગમાં કામગીરી ચાલુ રાખવામાં આવી છે.તેઓ 26 વર્ષથી એક જ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે.
હાલમાં આધાર કાર્ડની કામગીરી સંભાળતા સમીક જોશીની વિરુદ્ધ રજૂઆત થતા આસિસ્ટન્ટ કમિશનરનો હોદ્દો પરત લઈ લીધો અને જીગ્નેશ ગોહિલને હવાલો સોંપવામાં આવ્યો છે ત્યારે કોર્પોરેશનમાં ચાલતી ચર્ચા પ્રમાણે અન્ય શહેરોમાં આધાર કાર્ડની કામગીરી ચૂંટણી અધિકારીને આપવામાં આવી છે અગાઉ આધાર કાર્ડની કામગીરી વડોદરા કોર્પોરેશનમાં વોર્ડ ઓફિસરો દરેક વોર્ડમાં સંભાળતા હતા ત્યારે એક મહિલા કર્મચારી સાથે થયેલા વિવાદનું બહાનું આગળ ધરીને સમીક જોશીને આઈટી વિભાગમાં પ્રોગ્રામ સિસ્ટમ એનાલિસ્ટ તરીકે તેમની પુનઃ જગ્યા પર મૂકવામાં આવતા નથી ખરેખર જો આવી મહિલા સાથેનો વિવાદનો અંત આવી ગયો હોય અને તેમને ફરજ પર લઈ લેવામાં આવ્યા હોય તેમ છતાં તે મહિલા કર્મચારીની બદલી અન્ય વોર્ડમાં કે વિભાગમાં કરી દેવામાં આવે અને શ્રમિક જોશીને આઈ.ટી. વિભાગમાં પુનઃ નિયુક્ત કરવામાં આવે તો હાલમાં ચાલતા વિવાદનો અંત આવી શકે તેમ છે.
સ્માર્ટ સિટીના વહીવટી અધિકારી દ્વારા ખરીદીના ગોટાળા ની વિજિલન્સ તપાસ કરવા માગ
સ્માર્ટ સિટીના વહીવટી અધિકારી તરીકે 10 વર્ષ ફરજ બજાવનાર મહિલા કર્મચારી દ્વારા ખરીદીમાં ગોટાળાની વિજિલન્સ તપાસ કરવા માંગ કોંગ્રેસના કોર્પોરેટરએ કરી હોવાનું જાણવા મળે છે.
તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે વર્ષ 2013માં આઇટી વિભાગમાં ડેટા ઓપરેટર તરીકે નિમણૂક કરવામાં આવેલા મહિલા અધિકારીને વર્ષ 2016માં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વહીવટી અધિકારીનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો જે વર્ષ 2026 સુધી એટલે કે 10 વર્ષના લાંબા ગાળા દરમિયાન આ મહિલા કર્મચારીએ ફરજ બજાવી છે તાજેતરમાં ડેપ્યુટી કમિશનર વી.એમ. રાજપુતના ધ્યાનમાં તેમણે કરેલી ખરીદીમાં ગોટાળા બહાર આવ્યા જેથી તેઓની બદલી ફરીથી વિભાગમાં કરી દેવામાં આવી છે તે અયોગ્ય છે તેઓને અન્ય વિભાગમાં બદલી કરવી જોઈતી હતી અથવા પૂરાવા ઝડપાયા હોય તો સસ્પેન્ડ કરવાને બદલે એક ઉચ્ચ અધિકારીની ભલામણથી તેઓની પુનઃ નિયુક્તિ આઈટી વિભાગમાં કરવામાં આવી છે.
સ્માર્ટ સિટીના વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીએ ખરીદીના અનેક બીલો ઓડિટ વિભાગમાં રજૂ કર્યા હતા તેમાં ગોટાળા પકડાતા ઓડિટ વિભાગે આ સ્માર્ટ સિટીના ગોટાળા વાળા બિલો દફ્તરે કરી દીધા હતા જેથી આ વહીવટી અધિકારીએ 10 વર્ષ સુધી ખરીદીની કામગીરી સંભાળી છે તેઓએ કરેલા ગોટાળાની વિજિલન્સની તપાસ સોંપવામાં આવે તો સ્માર્ટ સિટીની ખરીદીમાં થયેલા ગોટાળા ની માહિતી બહાર આવશે અને ત્યાં સુધી આ મહિલા કર્મચારીને આઇટી ડિપાર્ટમેન્ટ ને બદલે અન્ય વિભાગમાં ડેટા ઓપરેટર તરીકે અથવા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ.









