Baroda

વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનના સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ : રેલવેના પ્લેટફોર્મ નં. 7 સાથે સીધી કનેક્ટિવિટી

By GS Team
4 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન આકાર લઈ રહ્યું છે. ભારતીય રેલવેના પ્લેટફોર્મ નં. 7 નજીક પંડ્યા બ્રિજ પાસે બની રહેલું આ સ્ટેશન, શહેરની ઓળખ વડના વૃક્ષની થીમ પર ડિઝાઇન કરાયું છે. યાત્રીઓને ભારતીય રેલવે અને બુલેટ ટ્રેન વચ્ચે સરળ ઇન્ટરચેન્જ મળશે. અહી અત્યાધુનિક સુવિધાઓ જેવી કે વિશાળ પ્રતીક્ષાલય, બેબી કેર રૂમ અને રિટેલ આઉટલેટ્સ ઉપલબ્ધ હશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનના સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ  : રેલવેના પ્લેટફોર્મ નં. 7 સાથે સીધી કનેક્ટિવિટી

Mumbai-Ahmedabad Bullet Train Project : મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ હેઠળ વડોદરામાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશન ઝડપથી આકાર લઈ રહ્યું છે. ભારતીય રેલવેના વડોદરા રેલવે સ્ટેશનની નજીક પંડ્યા બ્રિજ પાસે બની રહેલું આ સ્ટેશન હાલના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 7 ઉપર વિકસાવવામાં આવી રહ્યું છે. જેના કારણે મુસાફરોને ભારતીય રેલવે અને બુલેટ ટ્રેન વચ્ચે સરળ અને નિરવધિ ઇન્ટરચેન્જની સુવિધા મળશે.
સ્ટેશનનું સ્થાન પશ્ચિમ રેલવે સ્ટેશન તેમજ શહેર અને આંતરરાજ્ય બસ ડેપો સાથે ઉત્તમ મલ્ટીમોડલ કનેક્ટિવિટી ધરાવતું હોવાથી મુસાફરોને વિવિધ પરિવહન સેવાઓ વચ્ચે સરળતાથી અવરજવર કરી શકાશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વડોદરા હાઈસ્પીડ રેલ નેટવર્કના મહત્વના કેન્દ્ર તરીકે ઉભરી આવશે.
સ્ટેશનની ડિઝાઇન શહેરની ઓળખ સમાન વડ(વટવૃક્ષ)ના વૃક્ષ અને તેના પાંદડાઓમાંથી પ્રેરણા લઈને તૈયાર કરવામાં આવી છે. આધુનિક અને પર્યાવરણને અનુકૂળ ડિઝાઇન સ્ટેશનને વિશિષ્ટ ઓળખ આપશે.
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સ્ટેશનમાં વિશાળ પ્રતીક્ષાલય, શિશુ સંભાળ કક્ષ (બેબી કેર રૂમ), આરામદાયક રેસ્ટ રૂમ, રિટેલ આઉટલેટ્સ સહિતની અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત કાર, બસ અને ઓટો માટે અલગ પાર્કિંગ વિસ્તાર તેમજ પિક-અપ અને ડ્રોપ-ઓફ બેની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
નિર્માણની પ્રગતિની વાત કરીએ તો સ્ટેશનના કોનકોર્સ, ટ્રેક અને પ્લેટફોર્મ સ્તરે સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. હાલમાં સ્ટ્રક્ચરલ સ્ટીલ ઇરેકશનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.