પિતાનું અવસાન થતાં ભાઇ માટે અભ્યાસ છોડનાર બહેન પર જ ગેમને રવાડે ચઢેલા ભાઇનો અત્યાચાર,તોડફોડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગોત્રી વિસ્તારમાં એક યુવકના ત્રાસથી કંટાળી ગયેલી માતા અને પુત્રીએ આખરે અભયમની મદદ લેતાં માથાભારે યુવકે હાલ પુરતું તેની ભૂલ સ્વીકારી સુધરી જવાની ખાતરી આપી છે.
બાર વર્ષ પહેલાં પતિનું અવસાન થતાં મહિલાએ તેની પુત્રી અને પુત્રને પેટે પાટા બાંધીને ઉછેર્યા હતા.પુત્રીને પણ માતા અને ભાઇની લાગણી થતાં તેણે ભાઇને પગભર કરવા માટે અભ્યાસ છોડી નોકરી ચાલુ કરી હતી.
નાનો ભાઇ અભ્યાસમાં પુરતું ધ્યાન આપતો નહતો અને મોબાઇલ ખરીદવા માટે સતત આગ્રહ રાખતો હોવાથી બહેને તેને થોડા સમય પહેલાં રૃ.૧૮હજારનો મોબાઇલ અપાવ્યો હતો.પરંતુ ભાઇ ગેમના રવાડે ચઢી ગયો હતો અને છોકરીઓ સાથે પણ ચેટિંગ કરતો હતો.ગેમમાં હારી જાય એટલે ઘરમાં તોડફોડ કરી માતા અને બહેનને મારઝૂડ કરતો હતો.તેની હરકતોથી તંગ આવેલી બહેને આખરે અભયમની મદદ લીધી હતી.




