Baroda

SD PAY/APNA PAYના 635 કરોડના કૌભાંડી ધવલ પટેલ અને નિશીને વડોદરા લવાયા,વધુ 27 ખાતાની વિગતો ખૂલી

By GS Team
6 Oct 20261 min read
TukuTouch Logo
રાજ્યભરમાં ચકચાર મચાવનાર SD PAY અને APNA PAY એપ કૌભાંડમાં અમરેલી-વડોદરા પોલીસે તપાસ તેજ કરી છે. વડોદરા સાયબર સેલે 635 કરોડના કૌભાંડના માસ્ટરમાઇન્ડ ધવલ પટેલ અને સાગરીત નિશી પ્રસાદની પૂછપરછ કરી. ઓરંગાબાદથી ઝડપાયેલ મુખ્ય સૂત્રધાર નારાયણ કાંગને બાદ, આ પૂછપરછમાં ₹1500 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન ધરાવતા વધુ 27 બેંક ખાતાઓની માહિતી ખૂલી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

SD PAY/APNA PAYના 635 કરોડના કૌભાંડી ધવલ પટેલ અને નિશીને વડોદરા લવાયા,વધુ 27 ખાતાની વિગતો ખૂલી

રાજ્યભરમાં ચકચાર મચાવનાર કરોડો રૃપિયાના SD PAY અને APNA PAY એપ્લિકેશન કૌભાંડમાં અમરેલી અને વડોદરા પોલીસની સંયુક્ત તપાસ દરમિયાન કૌભાંડી ધવલ પટેલ અને તેના સાગરીત નિશીની વડોદરા સાયબર સેલ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે.
ઇન્વેસ્ટરોને લોભામણી ઓફર કરીને કરોડો રૃપિયા ઠગી લેનાર ગેંગમાં એસડી પે એપ ઓપરેટ કરનાર મુખ્ય સૂત્રધાર નારાયણ કાંગનેને તાજેતરમાં જ વડોદરા અને અમરેલી પોલીસે ઓરંગાબાદથી ઝડપી પાડયો હતો. જ્યારે,વડોદરામાં નોંધાયેલી ફરિયાદોમાં એપના માલિક ધવલ પટેલ અને તેના સાગરીત નિશીના નામો ખૂલતાં તેમને અમરેલીથી વડોદરા લાવવા માટે ટ્રાન્સફર વોરંટની તજવીજ કરાઇ હતી.
વડોદરા સાયબરે ૬૩૫ કરોડનું કૌભાંડ આચરનાર ટોળકીના માસ્ટરમાઇન્ડ ધવલ ગોવિંદ પટેલ(માણકેજ,ખેરાલુ,મહેસાણા) અને નિશી સત્યનારાયણ પ્રસાદ(મહેસાણા મૂળ બિહાર)ને વડોદરા લાવી પૂછપરછ કરતાં રૃ.૧૫૦૦કરોડથી વધુ ટ્રાન્જેક્શનો કરનાર કૌભાંડીઓના વધુ ૨૭ ખાતાઓની માહિતી ખૂલી છે.જેથી પોલીસે બેન્કો પાસે આ ખાતાઓની વધુ વિગતો માગી છે.