વડોદરાના કરોડિયા વિસ્તારમાં પાણીની નવી લાઈનમાં સ્કાવરીંગ કામગીરી હાથ ધરાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડિયા વિસ્તારમાં નવા બનાવેલા બુસ્ટિંગ સ્ટેશન ખાતે પાણીની લાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હવે આ કામગીરીના આગળના તબક્કા તરીકે નવી નાખવામાં આવેલી પાણીની લાઈનની સ્કાવરીંગ (પ્રેશરથી પાણી છોડી લાઈનની અંદર સફાઈ કરવાની કામગીરી) હાથ ધરવામાં આવશે.
આવતીકાલે 18 નવેમ્બરથી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી કરોડિયા વૃંદાવન ચોકડી, રુક્ષ્મણી રેસિડેન્સી, શિવ શક્તિ સોસાયટી, પ્રેરણા હિન્દી વિદ્યાલય, રામા બંગ્લોઝ અને સાઈનાથ નગર સહિતના વિસ્તારોમાં સ્કાવરીંગ કરવામાં આવશે. આ કામગીરી દરમિયાન સલામતીના ભાગરૂપે સ્થાનિક રહીશોએ અવરજવર માટે અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો પડશે. કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.




