Baroda

શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો સાથે સાવલીનો બાળક સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ

By GS Team
20 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાની સયાજી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો સાથે 2 વર્ષના બાળકને દાખલ કરાયો છે. હાલ 5 શંકાસ્પદ દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં 3 બાળકો વેન્ટિલેટર પર છે. ગોત્રી હોસ્પિટલમાં પણ 2 દર્દીઓ દાખલ છે. પંચમહાલ અને ગોધરા બાદ વડોદરા જિલ્લામાં પણ આ વાયરસના કેસ વધતા ચિંતા વ્યાપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો સાથે  સાવલીનો બાળક સયાજી હોસ્પિટલમાં  સારવાર હેઠળ

સયાજી હોસ્પિટલમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ સાથે વધુ એક બાળકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં સયાજીમાં ચાંદીપુરાના ૫ શંકાસ્પદ દર્દીઓ સારવાર હેઠળ છે.
પંચમહાલ અને ગોધરાના અંતરિયાળ વિસ્તારમાંથી મળેલા ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ વડોદરા જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે.જિલ્લાના સાવલી વિસ્તારમાં રહેતા બે વર્ષના બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જણાઇ આવતા તેને સાથે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની તબિયત સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે. સયાજી હોસ્પિટલમાં હાલ પાંચ બાળકો સારવાર લઈ રહ્યા છે. જેમાંથી ૩ બાળકોને ે વેન્ટિલેટરના સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે બાળકોેને વોર્ડમાં શિફ્ટ કરાયા છે. તમામ બાળકોના રિપોર્ટ હજી પેન્ડિંગ છે.ગોત્રી હોસ્પિટલમાં પણ બે દર્દીઓ સારવાર હેઠળ છે.