વડોદરા શહેરના વોર્ડ નંબર-14માં પ્રતાપ ટોકીઝ પાસે ડ્રેનેજની પ્રેશર લાઈનમાં ભંગાણ : કામગીરી શરૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં પ્રતાપ ટોકીઝ પાસે ડ્રેનેજની પ્રેશર લાઈનમાં ગઈકાલે લીકેજ સર્જાતા આજે સવારથી તંત્ર દ્વારા સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. લીકેજને કારણે રસ્તા પર કામગીરી હાથ ધરવામાં આવતા વાહનચાલકો અને રાહદારીઓને ટ્રાફિકમાં અડચણનો સામનો કરવો પડી રહ્યો છે.
આ અંગે અધિકારી સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, ડ્રેનેજની પ્રેશર લાઈન જૂની હોવાથી તેમાં લીકેજ થયું હતું. હાલમાં લીકેજનું સમારકામ કરવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે અને આજે રાત સુધીમાં કામગીરી પૂર્ણ થઈ જાય તેવી શક્યતા છે. દરમિયાન, કામગીરીને કારણે રસ્તા પર ખોદકામ કરવામાં આવતા કેટલાક રાહદારીઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આખા વડોદરામાં જાણે ખોદકામ જ કરી નાખવામાં આવ્યું છે.”. અધિકારીના જણાવ્યા મુજબ અહીંની ડ્રેનેજ લાઈન જૂની હોવાના કારણે તેને રિપેર કરવાની કામગીરી જરૂરી બની હતી. સમારકામ પૂર્ણ થયા બાદ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા હળવી થાય તેવી સ્થાનિકો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.




