પોઇચા ખાતે ભાગવત સપ્તાહમાં ગયેલા પરિવારના ઘરેથી 1.94 લાખની ચોરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Theft Case : વડોદરાના મકરપુરામાં આકાશવાણીની પાછળ આકાશ ગંગા સોસાયટીમાં રહેતા વેપારી રમેશ ઉકાભાઇ સુતરીયાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે અમે નર્મદા જિલ્લાના પોઇચા ખાતે નિલકંઠધામમાં એક સપ્તાહ માટે ભાગવત સપ્તાહનો કાર્યક્રમ રાખ્યો હતો. અમે અમારા પરિવાર સાથે પાંચ જુલાઈના રોજ ઘરને તાળું મારી નીલકંઠધામ ગયા હતા. 7મી તારીખે મારો પુત્ર ભગવાનજીના પહેરવેશ લેવા માટે ઘરે આવ્યો હતો અને રાત્રે રોકાઈ બીજે દિવસે બપોરે 12:00 વાગે તાળું મારી નીલકંઠધામ ખાતે આવી ગયો હતો. ભગવત સપ્તાહ પૂરી થતાં 11મી તારીખે બપોરે 3:00 વાગ્યે અમે ઘરે આવ્યા ત્યારે દરવાજાનું ટાળું નીચે તૂટેલું હતું અને દરવાજો પણ ખુલ્લો હતો. ઘરમાં જઈને તપાસ કરતા ચોરી થઈ હતી ચોર ટોળકી સવા ત્રણ તોલાના સોનાના દાગીના ચાંદીના સિક્કા તથા રોકડા 85 હજાર મળી કુલ 1.94 લાખની માતા ચોરી ગઈ હતી.









