World

ચીન પર 'બાવી' વાવાઝોડું ત્રાટકતા જ નબળું પડયું જોકે ભારે વરસાદ

By GS Team
12 Jul 20261 min read
TukuTouch Logo
ચીનમાં શનિવારે રાત્રે 11.20 કલાકે બાવી વાવાઝોડું ત્રાટક્યું હતું. 144 કિમી પ્રતિ કલાકની ઝડપે આવેલા આ વાવાઝોડાને કારણે ઝેજિઆંગ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ પડ્યો હતો. 20 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. રવિવારે વાવાઝોડું નબળું પડતાં ચીને રાહત અનુભવી.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીન પર 'બાવી' વાવાઝોડું ત્રાટકતા જ નબળું પડયું જોકે ભારે વરસાદ

બેજિંગ: વાવાઝોડું બાવી શનિવારે રાત્રે જ ચીન પર ત્રાટકી ગયું હતું. જોકે રવિવારે નબળુ પડી ગયું હોવાથી ચીન પર મોટો ખતરો ટળ્યો હતો. તેમ છતા ભારે પવન અને વરસાદને કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ચીને સાવચેતીના ભાગરૂપે અગાઉથી જ આશરે ૨૦ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડયા હતા તેથી પણ જાનહાની ટાળી શકાઇ હતી.
ચીનની રાજધાની બેજિંગ સહિતના શહેરોમાં ઇમર્જન્સી સેવાને એલર્ટ પર રાખવામાં આવી હતી, ઝેજિઆંગ પ્રાંતના હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વર્ષે બાવી નવમુ વાવાઝોડું છે કે જે શનિવારે રાત્રે ૧૧.૨૦ કલાકે ચીન પર ત્રાટક્યું હતું. જેને પગલે સમુદ્રી કાઠાવાળા વિસ્તારના લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ પહેલા ચીનના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
રવિવારે ચીનના ઝેજિઆંગ, ફ્યુજિઆન, જિઆંગ, અનહુઇ વગેરે પ્રાંતમાં ભારે વરસાદ પડયો હતો, સાથે જ ભારે પવન પણ ફૂંકાયો હતો. બાવી વાવાઝોડું ફિલિપાઇન્સ, જાપાન, તાઇવાનને ઘમરોળીને ચીન પર ત્રાટક્યું હતું તે સમયે તેની ગતી પ્રતિ કલાક ૧૪૪ કિમીની હતી. જોકે ત્રાટકતા સાથે જ તેની ગતિ એકદમ ધીમી પડી ગઇ હતી તેથી અનુમાન મુજબ કોઇ મોટી જાનહાની કે નુકસાન નહોતું થયું. વાવાઝોડું સૌથી પહેલા ઝેજિઆંગ પ્રાંતના કાંગનેન પર ત્રાટક્યું હતું જ્યાંથી તમામ લોકોને પહેલાથી જ સુરક્ષિત સ્થળે ખસેડી લેવાયા હતા.