Baroda

પાર્કિંગના મુદ્દે હુમલો કરી રિક્ષાના કાચ તોડી નાખ્યા

By GS Team
25 Aug 20261 min read
TukuTouch Logo
માંજલપુરમાં રિક્ષાચાલક રાહુલ માળી પર હરિભાઈ માળીએ હુમલો કર્યો. પાલમેરા એપાર્ટમેન્ટ પાસે મજાક-મસ્તીમાં શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બન્યો. હરિભાઈએ 2 સાથીદારો સાથે આવી ડંડાથી રાહુલના માથા પર હુમલો કર્યો અને રિક્ષાના કાચ તોડી નાખ્યા. માંજલપુર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાર્કિંગના મુદ્દે હુમલો કરી રિક્ષાના કાચ તોડી નાખ્યા

માંજલપુર વિસ્તારમાં મજાક મસ્તી દરમિયાન થયેલા ઝઘડાના પગલે આરોપીએ ડંડાથી રિક્ષાચાલક પર હુમલો કરી રિક્ષાના કાચ તોડી નાખ્યા હતા.
વડસર વુડાના મકાનમાં રહેતા રિક્ષાચાલક રાહુલ મોહનભાઈ માળીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું મારી રિક્ષા લઈને પાલમેરા એપાર્ટમેન્ટની આગળ રોડ પર ઊભા હતા. દરમિયાન સવારે સાડા દશ વાગ્યાના સુમારે મારા ઓળખીતા હરિભાઈ માળી ત્યાં આવ્યા હતા અને રિક્ષા અહીં કેમ ઊભી રાખી છે તેવું કહી મારી સાથે મજાક મસ્તી કરવા લાગ્યા હતા. મેં તેઓને મજાક નહીં કરવા કહ્યું હતું. તેઓએ ગાળો બોલી ઝપાઝપી શરૃ કરી હતી. હું હમણા આવું છું, તેવું કહીને જતા રહેલા હરિભાઇ થોડીવાર પછી પોતાના બે સાથીદારોને બોલાવી લાવ્યા હતા અને મારા પર ડંડાથી હુમલો કરી માથાના પાછળ ઇજા પહોંચાડી હતી. તેમજ મારી રિક્ષાનો કાચ પણ તોડી નાખ્યો હતો.