ઇન્વેસ્ટમેન્ટની જાળમાં ફસાયેલા મર્ચન્ટ નેવીના નિવૃત્ત અધિકારીએ 1.33 કરોડ ગુમાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઇન્વેસ્ટમેન્ટના નામની જાળમાં ફસાઇ ગયેલા વડોદરાના મર્ચન્ટ નેવીના એક નિવૃત્ત અધિકારીએ રૃ.૧.૩૩ કરોડ ગુમાવી દીધા હોવાનો કિસ્સો બનતાં સાયબર સેલે ઠગોની તપાસ શરૃ કરી છે.
મકરપુરા રોડ પર માધવબાગમાં રહેતા નિવૃત્ત અધિકારી મહેશભાઇ વાસવાણીએ પોલીસને કહ્યું છે કે ગઇ તા.૩-૮-૨૬ના રોજ હું ફેસબૂક પર સર્ફિંગ કરતો હતો ત્યારે એચએસબીસી સિક્યોરિટીઝની એક જાહેરાત જોઇ હતી.ત્યારબાદ મને એક ગુ્રપમાં જોઇન કરવામાં આવ્યો હતો જેમાં એડમિન તરીકે અનન્યા શર્મા અને અમિતાભ શર્મા હતા.આ ગુ્રપમાં સ્ટોક સજેસ્ટ કરવામાં આવતા હતા.
ઇન્વેસ્ટરે કહ્યું છે કે ત્યારબાદ મને વીઆઇપી ગુ્રપમાં જોડવામાં આવ્યો હતો,જેમાં કુલ ચાર મેમ્બરમાંથી બે એડમિન હતા.આ ગુ્રપમાં મને સારો એવો નફો મળ્યો હતો.મને એક ઇન્સ્ટિટયુશનલ સ્ટોક સજેસ્ટ કરવામાં આવ્યો હતો.પરંતુ તેમાં અપર સર્કિટ લાગી હતી.અનન્યાએ મને આ સ્ટોક લેવા માટે ઇન્સ્ટિટયુશનલ એકાઉન્ટ ખોલવું પડશે તેમ કહી પ્રોસિજર કરાવ્યો હતો.
મારા આ એકાઉન્ટને એપ્રુવલ મળતાં એચએસબીસીના લોગો અને સેબી રજિસ્ટ્રેશનનું મારા નામનું એક સર્ટિફિેકેટ મળ્યું હતું.મને પ્લે સ્ટોરમાંથી એચબી અલ્ટ્રા એપ ડાઉનલોડ કરાવવામાં આવી હતી અને વિગતો ભરાવી એક બેન્કખાતામાં રોકાણ માટે કહેવાયું હતું.જેથી મેં કુલ ૧,૩૪,૫૦,૦૦૦નું રોકાણ કરતાં મને ૧,૫૦,૦૦૦ પરત મળ્યા હતા.બાકીના રૃ.૧.૩૩ કરોડ માટે મારી પાસે જુદાજુદા ચાર્જિસ માગવામા આવતા હોવાથી મને શંકા થઇ હતી.મને ગુ્રપમાંથી પણ બહાર કઢાતાં સાયબર સેલને જાણ કરી હતી.




