પેન્શન કાર્ડ બનાવવા માટે આવેલી લિંક ઓપન કરતા જ નિવૃત્ત કર્મચારીએ રૂ.78,941 ગુમાવી દીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Cyber Fraud : વડોદરાના હરણી રોડ વિસ્તારમાં એક સિનિયર સિટીઝન સાથે પેન્શન કાર્ડ બનાવવાના નામે ઓનલાઇન ઠગોએ 78,941 થી વધુ રકમની છેતરપિંડી કર્યાનું બનાવો બનતા પોલીસ ફરિયાદ કરી છે.
હરણી રોડની માં રેસીડેન્સી ખાતે રહેતા અને ખાનગી કંપનીમાંથી નિવૃત્ત થયેલા રમેશચંદ્ર પટેલે પોલીસને કહ્યું છે કે ગીતા 29 મી સપ્ટેમ્બરે મને ICICI બેન્કના નામે પ્રશાંત જીત સરકારના નામે ફોન આવ્યો હતો.
ફોન કરનાર વ્યક્તિએ પેન્શન કાર્ડ બનાવવા બાબતે મારી સાથે વાતચીત કરી હતી અને એક લિંક મોકલી હતી. જે લિંક ઓપન કરીને મેં વિગતો ભરી હતી. મારી પાસે બેંક એકાઉન્ટની વિગતો પણ માંગવામાં આવી હતી. પરંતુ મેં ઓટીપી આપ્યો ન હતો.
બીજા દિવસે મેં તપાસ કરતા મારા ખાતામાં બે ટ્રાન્જેક્શન થયા હતા જેમાં રૂ.78,941 ની રકમ ઉપડી ગઈ હતી. જેથી હરણી પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.




