ટુ વ્હીલર સ્લિપ થઇ જતા નિવૃત્ત એરફોર્સ જવાનનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વરસાદની સીઝનમાં ટુ વ્હીલર સ્લિપ થઇ જવાના કેસ વધી ગયા છે. ગત ૨૨ મી તારીખે રાત્રે ટુ વ્હીલર સ્લિપ થઇ જતા ઘાયલ એરફોર્સ જવાનનું સારવાર દરમિયાન મોત થયું છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મકરપુરા રોયલ ગાર્ડન સોસાયટીમાં વિષ્ણુ ટાવરમાં રહેતા કે. આનંદકુમાર (ઉં.વ.૬૦) ગત ૨૨ મી તારીખે ટુ વ્હીલર લઇને ઘરેથી નીકળી તરસાલીમાં રહેતા મિત્રને મળવા જતા હતા. રાત્રે સાડા નવ વાગ્યે તરસાલી બાયપાસ નજીક તેઓનું ટુ વ્હીલર ડિવાઇડર સાથે અથડાતા સ્લિપ થઇ ગયું હતું. કે.આનંદકુમાર રોડ પર પટકાતા તેઓેને માથા, છાતી તથા થાપાના ભાગે ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આજે સવારે તેઓનું મોત થયું હતું.જે અંગે કપુરાઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









