પોર વડોદરા નજીક પોર બળીયાદેવના મંદિર પાછળ જાળીમાં ફસાયેલા મહાકાય મગરનું રેસ્ક્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crocodile Rescue : વડોદરા પાસે આવેલા પવિત્રધામ પોર ખાતે ગઈકાલે રાત્રે જાળીમાં ફસાયેલા આઠ ફૂટના મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
પોર ખાતે આવેલા બળીયાદેવ મંદિરની પાછળના ભાગે હજી પણ ઢાઢર નદીનું પાણી ભરાયેલું હોવાથી મગર અને અન્ય જળચર જીવો આવી જવાનો ભય રહેતો હોય છે. આ દરમિયાન ગઈકાલે રાત્રે એક મગર મંદિરના પાછળના ભાગે આવી ગયો હતો અને જાળીમાં ફસાઈ જતા ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી.
રેસ્ક્યુઅર જીગ્નેશભાઈએ કહ્યું હતું કે 8 ફૂટના મગરને કાઢવા માટે ખૂબ જ સાવચેતીપૂર્વક કામ કરવામાં આવ્યું હતું. મગરને કોઈપણ પ્રકારની ઈજા ન થાય તેનું ધ્યાન રાખીને ભારે મુશ્કેલી બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો અને નજીકમાં જ ઢાઢર નદી પસાર થતી હોવાથી તેમાં છોડી દેવામાં આવ્યો હતો.









