ટેકનોલોજી ફેકલ્ટીના ઓડિટોરિયમનું રૃા.દોઢ કરોડના ખર્ચે રિનોવેશન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ટેકનોલોજી ફેકલ્ટીની આગવી ઓળખ કહેવાતા તેના એમ.વિશ્વેશ્વરાય ઓડિટોરિમનું દોઢ કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે અને ઓફિસ ઓફ એલ્યુમ્નાઈ અફેર્સ એન્ડ ડોનર્સ રિલેશન થકી ફેકલ્ટીના જ પૂર્વ વિદ્યાર્થી ગણેશ જીવાણીએ આ સહાય આપી છે.આજે વાઈસ ચાન્સેલર ડો.ભણગેની હાજરીમાં ઓડિટોરિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ગણેશ જીવાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.પૂર્વ વિદ્યાર્થી તરીકે તેમણે ઓડિટોરિયમ સહિત ફેકલ્ટીની બીજી સુવિધાઓ માટે અત્યાર સુધીમાં પાંચ કરોડ રુપિયાનું ડોનેશન આપ્યું હોવાનો ઉલ્લેખ પણ લોકાર્પણ દરમિયાન કરવામાં આવ્યો હતો.એલ્યુમ્નાઈ અફેર્સ સેલના ડો.સંસ્કૃતિ મઝમુદારે કહ્યું હતું કે, ફેકલ્ટીના આધુનિકરણ માટે ફેકલ્ટીના અન્ય પૂર્વ વિદ્યાર્થીઓ પણ મદદ કરવા આગળ આવી રહ્યા છે તે ફેકલ્ટી માટે સારી વાત છે.









