Baroda

વરસાદનું રિયલ ટાઇમ મોનિટરિંગ, વડોદરા કોર્પોરેશને લાઇવ ડેટા જાહેર કર્યા

By GS Team
6 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશને નાગરિકોની સુવિધા માટે શહેર-જિલ્લાના 15 સ્થળોએ રેઈન સેન્સરના લાઈવ આંકડા વેબસાઈટ પર મૂક્યા છે. આનાથી છેલ્લા 15 મિનિટ અને 24 કલાકમાં થયેલા વરસાદની માહિતી ઘરે બેઠા મળશે. આજે સવારે 11:45 વાગ્યા સુધીમાં, પ્રતાપપુરામાં સૌથી વધુ 88 મી.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વરસાદનું રિયલ ટાઇમ મોનિટરિંગ, વડોદરા કોર્પોરેશને લાઇવ ડેટા જાહેર કર્યા

Vadodara Rain Update : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને શહેર જિલ્લામાં વિવિધ 15 લોકેશન પર સ્થાપિત રેઇન સેન્સરના લાઇવ આંકડા પોતાની વેબસાઇટ પર દર્શાવવાનું શરૂ કર્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સુવિધા શરૂ કરાઈ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા સેન્સર મારફતે છેલ્લા 15 મિનિટમાં નોંધાયેલા વરસાદ તેમજ છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા વરસાદના આંકડા લાઇવ અપડેટ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે નાગરિકો પોતાના વિસ્તાર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં કેટલો વરસાદ નોંધાયો છે તેની માહિતી સરળતાથી મેળવી શકશે.
કોર્પોરેશન દ્વારા આજવા સરોવર, પ્રતાપપુરા, રૂપાપુરા, આસોજ, ગોપીપુરા, માદર, ગુતર, તાજપુરા (ઘનસર), હાલોલ ફાયર સ્ટેશન, મહીસાગર (દોડકા), માંજલપુર, આજવા, હરિનગર, સમા અને દાંડિયા બજાર સહિત કુલ 15 સ્થળોના વરસાદના આંકડા વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

2.jpg


ચોમાસા દરમિયાન વરસાદની સ્થિતિ પર નજર રાખવા, વિવિધ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ જાણવા અને જરૂરી આયોજન કરવામાં પણ આ લાઇવ સિસ્ટમ ઉપયોગી સાબિત થશે.
આજે સવારે 11:45 વાગ્યાના રિપોર્ટ મુજબ, છેલ્લા 24 કલાકમાં પ્રતાપપુરા વિસ્તારમાં સૌથી વધુ 88 મી.મી. વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મંજલપુર OHT વિસ્તારમાં 2.50 મી.મી., જ્યારે માડર અને તાજપુરા (ઘાંસર) વિસ્તારમાં 0.50-0.50 મી.મી. વરસાદ નોંધાયો હતો. બાકીના અજવા સરોવર, રૂપાપુરા, અસોજ ઓફિસ, ગોપીપુરા, ગુટાર, હાલોલ, મહીસાગર (ડોડકા), EZ (અજવા OHT), WZ (હરિનગર OHT), NZ (સમા OHT) અને દાંડિયા બજાર સહિતના સ્ટેશનો પર છેલ્લા 15 મિનિટ અને 24 કલાક દરમિયાન કોઈ વરસાદ નોંધાયો નથી.