Baroda

વરસાદી માહોલના પગલે રાજ્યની વીજ માગમાં 7000 મેગાવોટનો ઘટાડો

By GS Team
16 Sep 20261 min read
TukuTouch Logo
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘમહેર થતા વીજળીની માંગમાં 7000 મેગાવોટનો જંગી ઘટાડો નોંધાયો છે. 12 સપ્ટેમ્બરે 29196 મેગાવોટ હતી, તે 16 સપ્ટેમ્બરે ઘટીને 21965 મેગાવોટ થઈ. ખાસ કરીને, વરસાદને કારણે કૃષિ ક્ષેત્રની વીજ માંગ 800 મેગાવોટથી ઘટીને માત્ર 86 મેગાવોટ રહી છે. આનાથી રાજ્યના વીજ તંત્રને મોટી રાહત મળી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વરસાદી માહોલના પગલે રાજ્યની વીજ માગમાં 7000 મેગાવોટનો ઘટાડો

સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો હોવાના કારણે વીજ માગમાં ૭૦૦૦ મેગાવોટ જેટલો ઘટાડો થયો છે.
રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં થયેલા વરસાદ પહેલા ૧૨ સપ્ટેમ્બરે રાજ્યની વીજ માગ ૨૯૧૯૬ મેગાવોટ નોંધાઈ હતી.ગરમીના કારણે તથા વરસાદ ખેંચાયો હોવાથી કૃષિ ક્ષેત્રની વીજ માગમાં વધારો નોંધાયો હતો.જોકે ૧૬ સપ્ટેમ્બરે વીજ માગ ૨૧૯૬૫ મેગાવોટ નોંધાતા વીજ માગમાં સીધો ૭૦૦૦ મેગાવોટનો જંગી ઘટાડો નોંધાયો છે.ખાસ કરીને કૃષિ ક્ષેત્રની વીજ માગ ૮૦૦ મેગાવોટથી ઘટીને ૮૬ મેગાવોટ રહી છે.
આ જ રીતે મધ્ય ગુજરાત વીજ કંપનીની વીજ માગ પણ પણ ૨૬૦૦ મેગાવોટથી ઘટીને ૨૩૦૦ મેગાવોટ થઈ છે.