Baroda

સાવલી અને ડેસર તાલુકામાં દરોડા સાંઢાસાલ ગામે રેતીખનન અને કુંપાળમાં માટીખનન ઝડપાયું

By GS Team
21 Jul 20261 min read
TukuTouch Logo
ડેસર તાલુકાના સાંઢાસાલ અને સાવલીના કુંપાળ ગામે ખાણખનિજ વિભાગે દરોડા પાડ્યા. ગેરકાયદે રેતી અને માટી ખનન પર કાર્યવાહી કરતા 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો. સાંઢાસાલમાંથી લોડર અને 4 ટ્રેક્ટર, જ્યારે કુંપાળમાંથી JCB સહિત 3 વાહન જપ્ત થયા. ખનન માફિયાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાવલી અને ડેસર તાલુકામાં દરોડા સાંઢાસાલ ગામે રેતીખનન અને કુંપાળમાં માટીખનન ઝડપાયું

ડેસર તાલુકાના સાંઢાસાલ ગામ પાસે ગેરકાયદે રેતીખનન તેમજ સાવલી તાલુકાના કુંપાળ ગામે ગેરકાયદે માટીખનન પર ખાણખનિજ વિભાગે દરોડા પાડી બે કરોડ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ડેસર તાલુકામાં આવેલ નદી કિનારા ઉપર મોટા પ્રમાણમાં સફેદ ચાંદી સમાન રેતીનું ગેરકાયદે ખનન માફિયાઓ દ્વારા થતું હોય છે. તાલુકાના સાંઢાસાલ ગામ પાસેથી કેટલાક ખનિજ માફીયાઓ બેફામપણે રેતી ઉલેચી રહ્યા હતા ત્યારે દરોડો પાડી એક લોડર મશીન અને ચાર ટ્રેક્ટરો મળી કુલ રૃા.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કબજે કરાયેલા વાહનોને પકડી ડેસર પોલીસ સ્ટેશનમાં મૂકાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખનન માફિયાઓ સામે નોટિસ ફટકારીને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
ચાર દિવસમાં ડેસર તાલુકામાં વધુ એક વખત રેડ પાડવામાં આવી છે. ચાર દિવસ પહેલા જ વાંકાનેડા ગામ પાસેથી રૃા.૧.૬૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હજી પણ ડેસર તાલુકામાં આવેલી નદીના કિનારાઓ અને કોતરોમાં રેતીખનન થઈ રહ્યું છે.
આ ઉપરાંત સાવલી તાલુકાના કુંપાળ ગામે સાદી માટીનું ખાણકામ અને તેનું વહન કરવામાં આવતું હોવાની માહિતીના આધારે ખાણખનિજ વિભાગે દરોડો પાડીને એક જેસીબી અન્ય ત્રણ વાહનો મળી કુલ રૃા.૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.