Baroda

તરસાલી બાયપાસ પાસે ચાલતા જુગારધામ પર દરોડો : સંચાલક સહિત ૮ઝડપાયા

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં તરસાલી બાયપાસ પાસેના શાન્તમ હાઇલેન્ડ ફ્લેટમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. સંચાલક પ્રજ્ઞોશ પરમાર સહિત 8 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે રોકડા 1.57 લાખ સહિત કુલ 4.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, 7 જુગારીઓ બાલ્કની કૂદીને નાસી છૂટ્યા હતા, જેમને વોન્ટેડ જાહેર કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તરસાલી બાયપાસ પાસે ચાલતા  જુગારધામ પર દરોડો : સંચાલક સહિત ૮ઝડપાયા

તરસાલી બાયપાસ પાસે ચાલતા
જુગારધામ પર દરોડો ઃ સંચાલક સહિત ૮ઝડપાયા
રોકડા ૧.૫૭ લાખ સહિત ૪.૨૭ લાખનો મુદ્દામાલ કબજે ઃ ૭ જુગારીઓ બાલ્કની કૂદીને ભાગી ગયા
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
તરસાલી બાયપાસ પાસે ફ્લેટના પહેલા માળે મકાન ભાડે રાખી જુગારધામ ચલાવતા સંચાલક અને જુગાર રમતા ૭ જુગારીઓને પોલીસની ટીમે ઝડપી પાડયા છે. પોલીસે સ્થળ પરથી કુલ ૪.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસને માહિતી મળી હતી કે,તરસાલી બાયપાસ પાસે શાન્તમ હાઇલેન્ડ ફ્લેટમાં રહેતો પ્રજ્ઞોશ ચંદુભાઇ પરમાર બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યો છે. જેથી, એલ.સી.બી. ઝોન - ૩ ની ટીમના સિદ્ધાર્થસિંહ સહિતની ટીમે ઉપરોક્ત સ્થળે રેડ કરી હતી. પોલીસની ટીમ પહોંચી ત્યારે ફ્લેટનો દરવાજો ખુલ્લો હતો. કેટલાક જુગારીઓ ફ્લેટની ગેલેરીમાંથી નીચે કૂદીને ભાગી ગયા હતા. જેની પાછળ પોલીસનો સ્ટાફ દોડયો હતો. પરંતુ, જુગારીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસે જુગારધામના સંચાલક સહિત ૮ને ઝડપી પાડયા હતા. જ્યારે કાલુ,ઇમરાન દરબાર, નવાજ હસનભાઇ પટેલ, ઇરફાન કાજી,પ્રકાશ ઉર્ફે પિન્ટુ તિવારી, સિરાજ ઉમરભાઇ ઘાંચી તથા મિરાજને વોન્ટેડ જાહેર કર્યા છે. ભાડાના મકાનમાં આરોપી પ્રજ્ઞોશ જુગાર રમાડવા માટે રોજના ૫ હજાર લેતો હતો. પોલીસે સ્થળ પરથી રોકડા ૧.૫૭ લાખ,૮ મોબાઇલ ફોન, ૩ ટુ વ્હીલર કબજે કર્યા છે.

જુગારધામ પર દરોડામાં પકડાયેલા આરોપીઓના નામ

(૧) પ્રજ્ઞોશ ચંદુભાઇ પરમાર તથા જુગાર રમતા (૨)જહાંગીર ઉર્ફે સલીમ ઇસ્માઇલભાઇ મેમણ (રહે.નૂર પાર્ક, તરસાલી) (૩) હસમુખ બાબુભાઇ માળી (રહે.પરશુરામનો ભઠ્ઠો, સયાજીગંજ) (૪) મોબીન અબ્દુલભાઇ મનસુરી (રહે. અબરાર પાર, ખંધા રોડ, વાઘોડિયા) (૫)જાવીદ હસનભાઇ પટેલ (રહે. હાજી ફળિયું, ધનિયાવી ગામ) (૬) મયૂર લાભુભાઇ વાઘેલા (રહે. મહાનગર, અલવા નાકા પાસે, માંજલપુર) (૭) વનરાજસિંહ ચંદ્રસિંહ ગોહિલ (રહે.હાસજીપુરા ગામ, તા.વડોદરા) (૮) દીપક મોહનલાલ શર્મા (રહે. અનુપમનગર, દંતેશ્વર રોડ)

વાઘોડિયારોડ અને ઘાઘરેટિયામાં જુગાર રમતા ૧૧ ઝડપાયા

દંતેશ્વર ઘાઘરેટિયા નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ૭ જુગારીઓેને મકરપુરા પોલીસે ઝડપી પાડી ૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે પાણીગેટ પોલીસે નાલંદા સ્લમ ક્વાટર્સની પાછળ ગ્રાઉન્ડમાં જુગાર રમતા ૪ જુગારીઓને ઝડપી પાડી રોકડા ૧૨,૫૫૦ તથા મોબાઇલ ફોન મળી કુલ ૨૮,૦૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.