Baroda

રમણગામડીમાં ચાલીસા ફુડ્સમાં દરોડો, ૨.૩૩ લાખનું ઘી જપ્ત કરાયું

By GS Team
29 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરા જિલ્લામાં ફૂડ ઇન્સ્પેક્ટરોએ 186 ફૂડ બિઝનેસ પેઢીઓ અને સ્ટોલ તપાસ્યા. 191 ટેસ્ટ કરી, 10 નમૂના લીધા. નિયમભંગ બદલ 9 વેપારીઓને નોટિસ અપાઈ, કેટલીક પેઢીઓ બંધ કરાવાઈ. કરનાળી મેળામાં 38 સ્ટોલ અને 72 ટેસ્ટ થયા. રમણગામડીમાં રાધા માધવ ગાયના ઘીનો નમૂનો લઈ, 2.23 લાખનો જથ્થો જપ્ત કરાયો. 305 કિ.ગ્રા. અયોગ્ય ખાદ્ય પદાર્થોનો નાશ કરાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

રમણગામડીમાં ચાલીસા ફુડ્સમાં દરોડો, ૨.૩૩ લાખનું ઘી જપ્ત કરાયું

વડોદરા જિલ્લામાં ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા કુલ ૧૮૬ ફૂડ બિઝનેસ પેઢીઓ/ફૂડ સ્ટોલની તપાસ કરવામાં આવી હતી. સ્થળ પર કુલ ૧૯૧ ફૂડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા તથા જરૃરી કિસ્સાઓમાં કુલ ૧૦ નમુનાઓ લેવામાં આવ્યા હતા.
નિયમોનું પાલન ન કરતી પેઢીઓ સામે કાર્યવાહી હાથ ધરી ૯ વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી. તેમજ કેટલીક પેઢીઓ સામે બંધ કરાવવાની તથા સ્વૈચ્છિક રીતે વ્યવસાય બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. કરનાળી ખાતે અમાસ મેળા દરમિયાન ખાદ્ય સુરક્ષા માટે ૩૮ ફૂડ સ્ટોલની તપાસ તથા ૭૨ ફૂડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
રમણગામડી ખાતે ચાલીસા ફુડ્સમાં તપાસ દરમિયાન રાધા માધવ ગાયના ઘીનો નમૂનો લેવાયો હતો. તથા ૨.૨૩ લાખની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અયોગ્ય રીતે સંગ્રહિત તથા અનહાઇજેનિક પરિસ્થિતિમાં મળી આવેલા અન્ય સ્થળે કુલ ૩૦૫ કિ.ગ્રા. ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરવામાં આવેલા ખાદ્ય પદાર્થોમાં મુખ્યત્વે દાળ, મિશ્ર મસાલા, ખીરું, પીનટ બટર, કોફી, તૈયાર ખાદ્ય પદાર્થ, લાલ ચટણી, પાણીપુરી રગડો, બટાકા, ચાઈનીઝ નૂડલ્સ, ચાઈનીઝ વડીઓ, સોસ, સોયા સોસ, પોટેટો ફ્રાઈઝ, એક્સપાયર ટોમેટો સોસ, મંચુરિયન તથા અન્ય અનહાઇજેનિક ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે.