વડોદરા પાલિકાની ઓનલાઈન ફરિયાદ વ્યવસ્થામાં ફરિયાદીની ગુપ્તતા સામે સવાલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનની વેબસાઇટ પર જાહેર ફરિયાદો નોંધાવવા માટે ઉપલબ્ધ ઓનલાઈન ફરિયાદની સુવિધા સામે હવે ફરિયાદીની અંગત માહિતી અને ફરિયાદની વિગતોની ગુપ્તતા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. પાલિકાની ઓનલાઈન ફરિયાદ વ્યવસ્થાનો ઉપયોગ કરતા નાગરિકોની ફરિયાદ અને અંગત વિગતો અધિકારી કે કર્મચારી દ્વારા બહારની વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવી હોવાનો આક્ષેપ એક જાગૃત નાગરિકે કર્યો છે.
જાગૃત નાગરિકના જણાવ્યા મુજબ, વડોદરાવાસીઓ પાલિકાની વેબસાઇટ પર રસ્તા પરના કૂતરાં, રખડતાં ઢોર સહિતની સમસ્યાઓ અંગે ઓનલાઈન ફરિયાદ નોંધાવે છે ત્યારે તેમની ફરિયાદની વિગતો સુરક્ષિત અને ગુપ્ત રહેશે તેવી સામાન્ય અપેક્ષા હોય છે. જોકે, પોતાના અનુભવમાં ફરિયાદની વિગતો પાલિકાના કોઈ અધિકારી કે કર્મચારી દ્વારા બહારની વ્યક્તિને લીક કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદીની વિગતો બહાર જતાં ભારે માનસિક તણાવ અને પરેશાનીનો સામનો કરવો પડ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનામાં કિંમતી સમય પણ બગડ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે.
આ મામલે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ફરિયાદ કરવામાં આવ્યા બાદ પણ સંબંધિત અધિકારી કે કર્મચારી સામે શું કાર્યવાહી કરવામાં આવી તેની માહિતી ફરિયાદીને આપવામાં આવી ન હોવાનો આક્ષેપ છે. જેના કારણે પાલિકાની ઓનલાઈન ફરિયાદ વ્યવસ્થામાં ફરિયાદીની અંગત માહિતીની સુરક્ષા અને ફરિયાદની ગુપ્તતા જાળવવાની વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થયા છે.
જાગૃત નાગરિકે વડોદરાવાસીઓને અપીલ કરી છે કે પાલિકાની વેબસાઇટ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવતા પહેલા સાવચેત રહે.




