Baroda

MSU ના 75માં પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજરી આપશે

By GS Team
1 Sep 20261 min read
TukuTouch Logo
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23મી નવેમ્બરે વડોદરાની મુલાકાત લેશે. તેઓ MSUના 75માં પદવીદાન સમારોહમાં હાજરી આપી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરશે. ત્યારબાદ, રાષ્ટ્રપતિ પાદરાના તાજપુરા રોડ પર બ્રહ્મકુમારીના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રપતિની આ મુલાકાત માટે સુરક્ષા અને અન્ય વ્યવસ્થાની સઘન તૈયારીઓ ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

MSU ના 75માં પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજરી આપશે

75th-Convocation M S University : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી તા.23ના રોજ વડોદરા શહેર અને પાદરાની મુલાકાતે આવનાર હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુલાકાતને અનુલક્ષીને જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. રાષ્ટ્રપતિની મુલાકાત સુચારૂ, વ્યવસ્થિત અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે સંબંધિત વિભાગો સાથે સંકલન કરી વિવિધ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રપતિ તા.23ના રોજ સવારે 11:40 કલાકે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી છાત્રોને પદવી એનાયત કરશે. આ પ્રસંગને અનુલક્ષીને યુનિવર્સિટી પરિસર તેમજ આસપાસના વિસ્તારમાં જરૂરી વહીવટી અને સુરક્ષા વ્યવસ્થાઓ સુદૃઢ બનાવવામાં આવી રહી છે.
ત્યારબાદ રાષ્ટ્રપતિ બપોરે 3:45 કલાકે પાદરા ખાતે તાજપુરા રોડ ઉપર આયોજિત બ્રહ્મકુમારીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.
રાષ્ટ્રપતિની પાદરા મુલાકાતની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડૉ.અનિલ ધામેલિયા તથા પ્રાંત અધિકારી ઐશ્વર્યા દૂબેએ પાદરાની મુલાકાત લઇ કાર્યક્રમના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓ સાથે સ્થળ પર ઉપલબ્ધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.