Baroda

ટેન્સાઇલ જમીનના કેસમાં પોલીસની કાર્યવાહી અંગે હાઇકોર્ટમાં પિટિશનની તેૈયારી

By GS Team
9 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ટેન્સાઇલ જમીન પ્રકરણમાં 75 વર્ષના કિશોર સુરતવાલાએ પોલીસ કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટના આદેશ છતાં સામા પક્ષની ફરિયાદમાં કોઈ ધરપકડ ન થતાં, તેમણે રાજ્યના પોલીસવડા સમક્ષ રજૂઆત કરી છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની તૈયારી ચાલી રહી છે, જેથી CID ક્રાઈમ દ્વારા તપાસની માંગણી કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેન્સાઇલ જમીનના કેસમાં  પોલીસની  કાર્યવાહી અંગે હાઇકોર્ટમાં પિટિશનની તેૈયારી

ટેન્સાઇલ જમીન પ્રકરણમાં કોર્ટના ઓર્ડર પછી સામા પક્ષની દાખલ થયેલી ફરિયાદમાં હજી કોઇ ધરપકડ નહીં થતા પોલીસની કાર્યવાહીથી નારાજ થઇને હાઇકોર્ટમાં પિટિશનની તૈેયારી થઇ હોવાનું જાણવા મળ્યું છે.
ટેન્સાઇલ સ્ટીલ કંપનીમાં ડાયરેક્ટર રહી ચૂકેલા ૭૫ વર્ષના કિશોર જગજીવનદાસ સુરતવાલાએ રાજ્યના પોેલીસવડા સમક્ષ વડોદરા પોલીસની કાર્યવાહી અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ફરિયાદ કરી જણાવ્યું છે કે, અમે તા.૨૮ - ૦૫ - ૨૦૨૬ ના રોજ કરેલી કરેલી અરજી અંગે પોલીસે કોઇ કાર્યવાહી કરી નહતી. ઉલટાનું અમારી સામે જ તા. ૧૧- ૦૬ - ૨૦૨૬ ના રોજ અમારી વિરૃદ્ધ ખોટી રીતે ફરિયાદ કરી અમારી તરત જ ધરપકડ કરવામાં આવી હતી. એટલું જ નહીં રિમાન્ડ પણ લીધા હતા. અમે પોલીસની કાર્યવાહીથી નારાજ થઇ કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટના હુકમ મુજબ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.તેની તપાસ માંજલપુર પોલીસ કરી રહી છે. આ ગુનો તા. ૧૯ - ૦૭- ૨૦૨૬ ના રોજ દાખલ થયો હતો. તેમછતાં હજી કોઇની ધરપકડ થઇ નથી. આ કેસની તપાસ સી.આઇ.ડી. ક્રાઈમનેસુપરત કરવાની પણ માગણી થઇ છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હાઇકોર્ટમાં પિટિશન કરવાની ફરજ પડશે. પોલીસ એવો બચાવ કરી રહી છે કે, અમે પુરાવા એકત્રિત કરી રહ્યા છે.