પ્રાણાયમ હોસ્પિટલની કેન્ટીનનું લાયસન્સ નહીં હોવાથી બંધ કરાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આજે ખોરાક શાખાની અલગ અલગ ટીમો દ્વારા અટલાદરા, માણેજા, હરણી-વારસિયા રિંગરોડ, વી.આઈ.પી.રોડ, આજવા રોડ સહિતના વિસ્તારોમાં આવેલા કુલ ૧૨ એકમો ખાતે ચેકિંગ કરાયું હતું.
આ કાર્યવાહી દરમિયાન હરણી-વારસિયા રોડ સ્થિત બેન્કર્સ હાર્ટ એન્ડ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલની કેન્ટીનને ડોક્યુમેન્ટેશન અંગે શિડયૂલ-૪ની નોટિસ પાઠવાઈ છે. વી.આઈ.પી. રોડ સ્થિત પ્રાણાયામ લંગ હોસ્પિટલ(લિયો હોસ્પિટાલિટિ એન્ડ બેવરેજીસ)ની કેન્ટીનમાં ગંદકી જણાતા તથા લાયસન્સ નહીં હોવાથી એકમ બંધ કરાવાયું છે.
આજવા રોડ સ્થિત મારૃતિનંદન બોયઝ હોસ્ટેલની કેન્ટીનમાં ગંદકી જણાતા શિડયૂલ-૪ની નોટિસ પાઠવી છે. ઝવેરનગર ચાર રસ્તા સ્થિત માધવ કાઠિયાવાડી રેસ્ટોરન્ટને ગંદકી મુદ્દે નોટિસ આપી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ બદલ રૃા.૨૦ હજારનો દંડ ફટકારાયો છે.
દરોડા દરમિયાન હળદર-મરચાં પાવડર, તુવેર-મગ દાળના શંકાસ્પદ ખાદ્યપદાર્થોના પાંચ નમૂના લઈ તપાસ માટે લેબમાં મોકલી અપાયા છે.
આ ઉપરાંત, વિવિધ રેસ્ટોરન્ટ- હોટલ,મીઠાઈ-ફરસાણની દુકાનોના વેપારીઓને ફોન કરી અજાણ્યા શખ્સો ફૂડ સેફ્ટી ઓફિસરો આપને ત્યાં દરોડા પાડવા આવે છે તેમ કહી પૈસા પડાવી રહ્યા હોવાની ફરિયાદો ઊઠી છે. વેપારીઓને સાવચેત રહેવા મ્યુનિ.કોપોરેશને અપીલ કરી છે.




