છાણીમાં બાઈક સવારનું મોત નીપજાવવાના હીટ એન્ડ રનના બનાવવામાં પોલીસે કાર ચાલકને શોધી કાઢ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Hit and Run : વડોદરાના છાણી રોડ ઉપર પાંચ દિવસ પહેલા હિટ એન્ડ રનના બનેલા બનાવવામાં બાઇક સવારનું મોત નીપજાવનાર કારચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે.
છાણી રામા કાકાની દેરી પાસે ગઈ તા.13મી એ બપોરે એક બાઈક સવારને અડફેટમાં લઇ કાર ચાલક ભાગી છુટતા ઈજા ગ્રસ્ત બાઇક સવાર અમરસિંહ રામસિંહ પરમાર (લાલપુરા, નવાયાર્ડ)ને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન બે દિવસ બાદ મોત નીપજ્યું હતું.
ઉપરોક્ત બનાવ બાદ જાણી પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એલ.પ્રજાપતિએ જુદી-જુદી ટીમો બનાવીને બાઈકની આગળ પાછળ આવતા તમામ વાહનોના ટાઈમિંગ તેમજ ચેકપોસ્ટ ઉપરના સીસીટીવી ફૂટેજ ચેક કરી કારચાલકને શોધી કાઢ્યો હતો. પોલીસે કાર ઉપર ઘસરકા તેમજ નુકસાન બાબતે તેને પૂછપરછ કરતા કાર ચાલકે અકસ્માતની કબુલાત કરી હતી.
પકડાયેલા કાર ચાલકનું નામ મજીત ઉર્ફે મિહિર ઉસ્માન ખાન (બ્રાહ્મણ ફળિયું, રણોલી) હોવાનું ખુલ્યું છે.




