Baroda

પોલીસે આશ્વાસન આપતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

By GS Team
17 Aug 20261 min read
TukuTouch Logo
જાંબુવા ગામે 62 વર્ષીય વિનોદભાઈ પટેલનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. 6 કરોડની જમીનના વિવાદમાં મોત થયું હોવાનો આક્ષેપ કરી પરિવારે ગઈકાલે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આજે પોલીસે યોગ્ય તપાસની ખાતરી આપતા પરિવારે મૃતદેહ સ્વીકારી અંતિમ વિધિ કરી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પોલીસે આશ્વાસન આપતા  પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

જાંબુવા ગામે રહેતા વૃદ્ધનું મોત ૬ કરોડની જમીનના વિવાદમાં થયું હોવાનું જણાવી પરિવારે ગઇકાલે મૃતદેહ લીધો નહતો. આજે પોલીસે યોગ્ય તપાસની ખાતરી આપતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, જાંબુવા ગામમાં રહેતા ૬૨ વર્ષના વિનોદભાઇ મણીલાલ પટેલને હાર્ટ એટેક આવતા તેઓનું મોત થયું હતું. અમારી જમીન પચાવી પાડનાર સામે ગુનો દાખલ કરો પછી જ અમે મૃતદેહ લઇશું. તેવું કહીને પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી.આજે પરિવારે પોલીસ કમિશનર કચેરીનો સંપર્ક કર્યો હતો. તેઓને યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી હતી. જેથી, પરિવારે આજે મૃતદેહ સ્વીકારી અંતિમ વિધિ કરી હતી.