Baroda

વાઘોડિયારોડ પર દારૃના કટિંગ સમયે જ પોલીસ ત્રાટકી

By GS Team
29 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના વાઘોડિયારોડ પર દારૂના કટિંગ સમયે PCB પોલીસે દરોડો પાડી અનિલ ઉર્ફે અન્નો રાજપૂતને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી 72,080 રૂપિયાની કિંમતની 274 બોટલ દારૂ, મોબાઈલ અને ટુ-વ્હીલર સહિત કુલ 1.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂ સપ્લાય કરનાર ગુંજન ધોબી સહિત બે વોન્ટેડ છે. આ ઉપરાંત, નવાબજારમાંથી 60 બોટલ દારૂ ભરેલી રિક્ષા પકડાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાઘોડિયારોડ પર દારૃના કટિંગ સમયે જ પોલીસ ત્રાટકી

વાઘોડિયારોડ પર દારૃના કટિંગ સમયે જ દરોડો પાડીને પોલીસે એક આરોપીને ઝડપી પાડી દારૃની ૨૭૪ બોટલ કબજે કરી છે. જ્યારે નવાબજારમાંથી ૬૦ બોટલ મળી આવી છે.
પીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે વાઘોડિયારોડ બળિયાદેવનગર ખાતે દારૃના કટિંગ વખતે જ દરોડો પાડીને અનિલ ઉર્ફે અન્નો દિનેશભાઇ રાજપૂતન ઝડપી પાડી તેની પાસેથી દારૃની ૨૭૪ બોટલ કિંમત રૃપિયા ૭૨,૦૮૦ ની કબજે કરી છે. પોલીસે દારૃ, મોબાઇલ અને ટુ વ્હીલર મળીને કુલ ૧.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે દારૃ સપ્લાય કરનાર ગુંજન રાજેશભાઇ ધોબી (રહે. ઉકાજીનું વાડિયુ ) સહિત બે ને વોન્ટેડ જાહેર કર્યા છે.
જ્યારે અન્ય એક કેસની વિગત એવી છે કે, સિટિ પોલીસે નવાબજાર ખાતેથી દારૃ ભરેલી રિક્ષા પકડી હતી. જેમાંથી દારૃની ૬૦ બોટલકિંમત રૃપિયા ૭,૬૮૦ ની કબજે કરી છે. તેમજ રિક્ષા માલિક રાજ દિનેશભાઇ પરદેશી (રહે. હુજરત ટેકરા, ફતેપુરા) ની શોધખોળ હાથ ધરી છે.