વાઘોડિયારોડ પર દારૃની ડિલીવરી સમયે જ પોલીસ ત્રાટકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વાઘોડિયારોડ પર પોલીસની રેડ પડતા દારૃ ભરેલી કાર લઇને ડિલીવરી આપવા આવેલો આરોપી ભાગી છૂટયો હતો. જ્યારે દારૃ મગાવનારને પીસીબી પોલીસે દારૃ સાથે ઝડપી પાડયો છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, વાઘોડિયા રોડ હીરાબાનગરના ખુલ્લા ગ્રાઉન્ડમાં યોગેશ વિષ્ણુભાઇ ચાવડાએ વિદેશી દારૃનો જથ્થો મગાવ્યો છે. દારૃ આપવા માટે અભિષેક ઉર્ફે અબ્બુ મુકેશભાઇ ધોબી (રહે. અમીદર્શન સોસાયટી, પરિવાર ચાર રસ્તા પાસે, વાઘોડિયારોડ) આવવાનો છે. જેથી, પીસીબી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા અભિષેક ભાગી ગયો હતો. જ્યારે યોગેશ ચાવડા સ્થળ પરથી ઝડપાઇ ગયો હતો. પોલીસે કારમાંથી દારૃની ૬૭૨ બોટલ કિંમત રૃપિયા ૮૪,૬૭૨ ની કબજે કરી છે. પોલીસે કાર,મોબાઇલ અને દારૃ મળીને કુલ રૃપિયા૧૧.૩૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.




