વાસણારોડના મિડ સિટી જિમના ટ્રેનરે સગીર વિદ્યાર્થિની સાથે બીભત્સ છેડછાડ કરી ધમકી આપતાં ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં જિમમાં જતી યુવતીઓ સાથે બીભત્સ છેડછાડનો એક કિસ્સો બહાર આવતાં અકોટા પોલીસે વાસણા રોડના જિમ ટ્રેનર સામે ગુનો નોંધી અટકાયત કરી તેના મોબાઇલ કબજે લીધા છે.
વાસણારોડના જલધારા કોમ્પ્લેક્સમાં આવેલા મિડ સિટિ જિમમાં તા.૪ સપ્ટેમ્બરે જન્માષ્ટમીના દિવસે ૧૫વર્ષીય સગીર વિદ્યાર્થિની સાથે અભદ્ર છેડછાડનો બનાવ બનતાં પોલીસ તરત જ એક્શનમાં આવી હતી.
વિદ્યાર્થિનીનો જિમનો સમય સવારનો હતો.પરંતુ જન્માષ્ટમીને કારણે તેને વર્ક આઉટ માટે નમતી બપોરે ગઇ હતી.વર્ક આઉટ પુરું થતાં જિમ ટ્રેનરે સગીરાને હાઇટ માપવાના નામે ચેન્જિંગ રૃમની પાસેના રૃમમાં બોલાવી હતી.સગીરા અંદર જતાં જ ટ્રેનરે દરવાજો બંધ કરી દીધો હતો અને બીભત્સ શારીરિક છેડછાડ કરી હતી.
સગીરાએ વિરોધ કરતાં ટ્રેનરે તેને આ વાત કોઇને કહીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી.સગીરા તરત જ બહાર દોડી ગઇ હતી અને ત્યારબાદ જિમમાં જવાનું બંધ કર્યું હતું.માતા-પિતાએ જિમમાં નહિ જવાનું કારણ પૂછતાં તેણે ઉપરોક્ત બનાવની જાણ કરી હતી.આ અંગે અકોટા પોલીસમાં ફરિયાદ કરતાં પીઆઇએ જિમ ટ્રેનરની સામે ગુનો નોંધી અટકાયત કરી હતી અને મિડ સિટિ જિમના સીસીટીવી ફૂટેજ કબજે લેવા તજવીજ કરી હતી.




