Baroda

વડોદરામાં પીએમ ઈ-બસ સેવાનો પ્રારંભ, પ્રથમ તબક્કામાં 30 ઇલેક્ટ્રિક બસો દોડશે

By GS Team
29 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારની PM ઈ-બસ સેવાનો પ્રારંભ કરાવ્યો. પ્રથમ તબક્કામાં 30 ઈ-બસોનું લોકાર્પણ થયું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કુલ 250 ઈ-બસો મળશે. આ બસો GPS, CCTV, SOS બટન અને દિવ્યાંગ અનુકૂળ સુવિધાઓથી સજ્જ છે. શહેરના 3 મુખ્ય રૂટ પર આ AC બસો દોડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં પીએમ ઈ-બસ સેવાનો પ્રારંભ, પ્રથમ તબક્કામાં 30 ઇલેક્ટ્રિક બસો દોડશે

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કેન્દ્ર સરકાર દ્વારા ફાળવાયેલી પીએમ ઈ-બસ સેવાનું આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

પીએમ ઈ-બસ યોજના હેઠળ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કુલ 250 ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવનાર છે. પ્રથમ તબક્કામાં 30 ઈ-બસોનું લોકાર્પણ કરીને સેવાની શરૂઆત કરવામાં આવી છે. આગામી તબક્કામાં બાકીની બસો પણ તબક્કાવાર શહેરના વિવિધ રૂટ પર દોડાવવામાં આવશે.
પ્રથમ તબક્કામાં ત્રણ મુખ્ય રૂટ નક્કી કરવામાં આવ્યા છે. ઉત્તર-દક્ષિણ રૂટ પર માણેજા, મકરપુરા, સુશેન સર્કલ, લાલબાગ, લક્ષ્મીવિલાસ પેલેસ, નર્મદા ભવન, કાલાઘોડા અને નિઝામપુરા સહિતના સ્ટોપનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પૂર્વ-પશ્ચિમ રૂટ પર ગોત્રી સર્કલ, હરિનગર, ચકલી સર્કલ, કાલાઘોડા, સયાજી હોસ્પિટલ, ન્યાયમંદિર, પાણીગેટ અને સયાજીપુરા એપીએમસી સુધી બસ સેવા ઉપલબ્ધ રહેશે.
જ્યારે ત્રીજો રૂટ જેતલપુર બ્રિજથી પાદરા સુધીનો રાખવામાં આવ્યો છે. આ રૂટ પર અકોટા વીરાંજલિ પ્રતિમા, શ્રેણિક પાર્ક, દિવાળીપુરા, ઇસ્કોન મંદિર, સંત કબીર સર્કલ, ભાયલી, લક્ષ્મીપુરા સહિતના સ્ટોપ બાદ પાદરા સુધી બસ સેવા મળશે.

ઈ-બસની મુખ્ય સુવિધાઓ:

  • સંપૂર્ણ એર કન્ડિશન્ડ (AC)
  • GPS ટ્રેકિંગ સિસ્ટમ
  • CCTV કેમેરા
  • SOS ઇમરજન્સી બટન
  • દિવ્યાંગજનો માટે અનુકૂળ સુવિધાઓ
  • 24 થી 35 મુસાફરોની બેઠક ક્ષમતા