વેડિંગ બાદ PM આવાસની apk ફાઇલનો તરખાટઃવડોદરાના કારખાનેદારનો મોબાઇલ પરથી 2500 જણાને લિન્ક પહોંચી ગઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

લગ્નના ઇન્વિટેશનના નામે આવતી apk ફાઇલ બાદ હવે પીએમ આવાસ યોજનાની ફાઇલે તરખાટ મચાવ્યો છે.વડોદરાના એક કારખાનેદારે ફાઇલ ઓપન કરતાં જ તેમના તમામ કોન્ટેક્ટ નંબર પર ફાઇલ પહોંચી ગઇ હતી.લોકોની સતર્કતાને કારણે ઠગોને ધારી સફળતા મળી નહતી.
ઓનલાઇન ઠગો વાહન ઇ ચલણ,વેડિંગ ઇન્વિટેશન જેવી જુદીજુદી apk ફાઇલો દ્વારા અનેક લોકોના મોબાઇલ હેક કરી બેન્ક એકાઉન્ટમાંથી લાખો રૃપિયા ટ્રાન્સફર કરી રહ્યા હોવાના સંખ્યાબંધ બનાવો બનતા હોવાથી સાયબર સેલ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અવેરનેસના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
આવા જ એક કિસ્સામાં લોકોની સતર્કતાને કારણે અનેક લોકોના બેન્ક ખાતા હેક થતા બચી ગયા હોવાનો બનાવ બન્યો છે.વડસર રોડ વિસ્તારના કારખાનેદાર મહેન્દ્ર ભાઇ પટેલના મિત્રના નામે વ્હોટસએપ પીએમ આવાસ યોજનાની એપીકે ફાઇલ આવતાં તેમણે લિન્ક ઓપન કરી હતી.પરંતુ ત્યારબાદ ઉપરાછાપરી આઠ ઓટીપી આવતાં તેઓ ચોંક્યા હતા.
તેમણે તરત જ તેમની પુત્રી મારફતે બેન્ક ખાતાની દસ લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરી લીધી હતી.મહેન્દ્રભાઇને એક મિત્રએ પીએમ આવાસની ફાઇલ કેમ મોકલી છે તેમ પૂછતાં મહેન્દ્રભાઇએ તરત જ તમામ ગુ્રપમાં અને કોન્ટેક્ટ નંબરો પર મેસેજ મૂકી તેમનો ફોન હેક થયો છે,કોઇએ ફાઇલ ઓપન નહિ કરવી તેવા મેસેજ મૂક્યા હતા.કોન્ટેક્ટ નંબર વાળાને આ મેસેજ તેમના પણ સંપર્ક નંબરો પર ફોરવર્ડ કરવા કહ્યું હતું.
પરિણામે માત્ર ત્રણ જણાના ખાતામાંથી માત્ર રૃ.૧૦થી ૧૨ હજાર જેટલી રકમ ટ્રાન્સફર થઇ હતી અને બાકીના તમામ લોકો બચી ગયા હતા.આ અંગે તેમણે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું,પરંતુ એપીકે નામની કોઇ પણ ફાઇલ નહિ ખોલવા તેમના ગુ્રપના મેમ્બરોએ જાગૃતિ અભિયાન ઉપાડયું છે.
ઓનલાઇન ઠગો દ્વારા મોકલાતી apk ફાઇલના નામ
ઓનલાઇન ઠગો દ્વારા લોકોના બેન્ક ખાતા ખાલી કરવા માટે ઉપયોગમાં લેવાતી માટાભાગની apk ફાઇલના નામ નીચે મુજબ છે.
- કેવાયસી અપડેટ
- કોઇ પણ બેન્કના નામ સાથેની apk
- ક્રેડિટ કાર્ડ અપડેટ
- પીએમ આવાસ યોજના
- પીએમ કિસાન યોજના
-આયુષ્યમાન કાર્ડ - પીએમ સ્વનિધિ
- એમજીવીસીએલ
-વડોદરા ગેસ લિ. - આધાર કાર્ડ અપડેટ
- આરટીઓ
- ગેસ બીલ
સીંગલ બોક્સ..
એની ડેસ્ક,ટીમ વ્યૂવર જેવી એપ ડાઉન લોડ કરવી પણ જોખમી
ઓનલાઇન ઠગો દ્વારા રિમોટ એક્સેસ ેએપ ડાઉનલોડ કરાવીને પણ ઠગાઇ કરાયછે. આવી એપમાં સૌથી વધુ ઉપયોગ એની ડેસ્ક, ટીમ વ્યૂવર,રસ્ટડેસ્ક,સ્ક્રીન શેર વગેરે છે.જેથી આવી એપ ડાઉનલોડ કરવી પણ જોખમી છે.




