Baroda

હરણીમાં નવા ફાયર સ્ટેશન સાથે 45 સ્ટાફ ક્વાર્ટર્સનું 16.29 કરોડના ખર્ચે આયોજન

By GS Team
23 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના હરણી ટીપી વિસ્તારમાં ફાઇનલ પ્લોટ નં. 143 ખાતે ₹16.29 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન અને 45 સ્ટાફ ક્વાર્ટર્સ બનશે. શિવમ કન્સ્ટ્રક્શન દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરાશે. ફાયર વિભાગના કર્મચારીઓ માટે રહેણાંક સુવિધા સાથેનું આ ફાયર સ્ટેશન સ્થાયી સમિતિની મંજૂરી બાદ આકાર લેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હરણીમાં નવા ફાયર સ્ટેશન સાથે 45 સ્ટાફ ક્વાર્ટર્સનું 16.29 કરોડના ખર્ચે આયોજન

Vadodara Fire Station : હરણી ટીપી વિસ્તારમાં ફાઇનલ પ્લોટ નં.143 ખાતે નવું ફાયર સ્ટેશન અને ફાયર વિભાગના કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. અહીં કુલ 45 સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવામાં આવનાર છે. આ કામગીરી પાછળ રૂ.16.29 કરોડનો ખર્ચ થશે.
ફાયર સ્ટેશન સાથે સ્ટાફ માટે રહેણાંક સુવિધા ઊભી કરવાનો આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે. શિવમ કન્સ્ટ્રક્શનના રૂ.16.29 કરોડના ભાવપત્રકને મંજૂરી આપવા માટેની દરખાસ્ત હવે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. મંજૂરી બાદ કામગીરી આગળ વધારવામાં આવશે.