ફોન હેક થયો અને બેન્કના એકાઉન્ટમાંથી રૃપિયા ડેબિટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કરજણ તાલુકાના ગંધારા ખાતે આવેલ એક કંપનીના આસિસ્ટન્ટ મેનેજરનો મોબાઈલ અચાનક હેન્ગ કરી સાયબ ગઠિયાઓએ બારોબાર રૃા.૮૩,૪૫૦ ઓનલાઇન બેન્ક એકાઉન્ટમાંથી ઉપાડી લીધા હતાં.
કરજણ જુનાબજાર વેમારડી રોડ ઉપર રહેતાં મૂળ કાશીપુર ઉધમસિંહનગર જિલ્લો, ઉત્તરાખંડના અને કરજણ તાલુકાના ગંધારા ગામ ખાતે આવેલ શંકર ટેક કંપનીમાં છેલ્લા એક વર્ષથી આસિસ્ટન્ટ મેનેજર તરીકેની ફરજ બજાવતા અમિત બિરેન્દ્ર પ્રતાપસિંહે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૯ના રોજ રાત્રે આશરે અગીયાર વાગે ઘેર હતો અને મોબાઇલ જોતો હતો.
આ વખતે મારો ટેકનો કંપનીનો મોબાઇલ અચાનક હેન્ગ થઈ ગયો હતો. મોબાઈલ સ્વીચ ઓફ કરવાની કોશીશ કરવા છતાં બંધ થયો ન હતો. તેમજ કોઇ કીપેડ પણ કામ કરતી ન હતી. થોડીવારમા મોબાઇલ ચાલુ થઇ ગયો હતો અને એક ટેક્સ મેસેજ આવ્યો હતો. જેમાં બેંક ખાતામાંથી રૃ.૮૩,૪૫૦ વિડ્રોલ થયેલ છે તેવો ઉલ્લેખ હતો. મેં ફોન પે પર જોતા બેન્ક ખાતામાંથી રૃ.૮૩૪૫૦ ઉપડીને ઉત્તરાખંડમાં કાશીના બેન્કમાં ટ્રાન્સફર થયા હતાં.




