મામાની પોળ પાસે 5 દિવસથી દૂષિત પાણીનો ભરાવો રહેતા લોકો પરેશાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : રાવપુરા મામાની પોળ પાસે સૂર્યનારાયણ માર્ગની સામે આવેલા વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી દૂષિત પાણી રસ્તા પર ફરી વળતાં ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે. ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાની ફરિયાદો ઊઠી છે.
સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા પાંચ દિવસથી ગંદા પાણી ભરાઈ રહેતાં રાહદારીઓને રસ્તા પરથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ વિસ્તારમાં નજીકમાં મંદિર પણ આવેલું હોવાથી દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને પણ ગંદકીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે.
ગટરનાં ગંદા પાણીના ભરાવા અને અસહ્ય દુર્ગંધને કારણે વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ગંદકી જોઈને ગ્રાહકો દુકાનોમાં પ્રવેશતાં અચકાતા હોવાથી વેપાર-ધંધા પર પણ અસર પડી રહી છે. બીજી તરફ, પાંચ દિવસથી જાહેર માર્ગ પર ગંદકીની સ્થિતિ હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવામાં ન આવતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.




