Baroda

ગોત્રી, ગાંધીનગર ગૃહ અને ખોડીયાર નગર ખાતે ડ્રેનેજની કામગીરીથી લોકોને હાલાકી

By GS Team
6 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશન દ્વારા ગોત્રી, ગાંધીનગર ગૃહ અને ખોડીયારનગર સહિતના વિસ્તારોમાં ચાલી રહેલી ડ્રેનેજ કામગીરીની મ્યુનિસિપલ કમિશનરે સ્થળ પર સમીક્ષા કરી. તેમણે કોન્ટ્રાક્ટરોને એક અઠવાડિયામાં કામ પૂર્ણ કરી રસ્તાઓ ખુલ્લા કરવા તાકીદ કરી. 71થી વધુ વિકાસ કામોમાંથી 3 પ્રગતિ હેઠળ છે, જે 7 દિવસમાં પૂર્ણ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોત્રી, ગાંધીનગર ગૃહ અને ખોડીયાર નગર ખાતે ડ્રેનેજની કામગીરીથી લોકોને હાલાકી

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારમાં હાથ ધરાયેલી ડ્રેનેજ કામગીરીની આજે મ્યુનિસિપલ કમિશનરે સ્થળ પર જઈ સમીક્ષા કરી હતી. ગોત્રી, ગાંધીનગર ગૃહ અને ખોડીયારનગર સહિતના વિસ્તારોમાં ચાલી રહેલા કામોનું નિરીક્ષણ કરીને કોન્ટ્રાક્ટરોને એક અઠવાડિયામાં કામગીરી પૂર્ણ કરી રસ્તાઓ અવરજવર માટે ખુલ્લા કરવાની તાકીદ કરી છે.
છેલ્લા બે વર્ષથી શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ સંબંધિત કામો હાથ ધરવામાં આવ્યા છે.
ચોમાસાની ઋતુ શરૂ થતાં અગાઉ મ્યુનિસિપલ કમિશનરે કોન્ટ્રાક્ટરોને 15 જુલાઈ સુધી તમામ ચાલુ ડ્રેનેજ કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી હતી, જેથી વરસાદ દરમિયાન કોઈ જાનહાનિ ન થાય અને નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે. તેમ છતાં હજુ કેટલાક સ્થળોએ કામગીરી ચાલુ હોવાથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે વર્ષ 2024ની પૂરની સ્થિતિમાંથી શહેરને કાયમી રાહત મળે તે માટે કુલ 71થી વધુ વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા હતા. મોટાભાગના કામો પૂર્ણ થઈ ગયા છે. હાલ ત્રણ કામો હાલમાં પ્રગતિ હેઠળ છે. આ ત્રણેય કામો આગામી એક અઠવાડિયામાં પૂર્ણ કરી દેવામાં આવશે. બાકીના કામો ચોમાસું પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે.