Baroda
ચાર દરવાજા નજીક ત્રણ માળના જર્જરિત મકાનના કાંગરા ખરતા લોકોમાં ભય, ફાયર બ્રિગેડની મદદ લીધી
By GS Team
8 Aug 20261 min read
વડોદરાના ફતેપુરા ચાર રસ્તા પાસે પીતાંબર પોળમાં 3 માળનું જર્જરિત મકાન ધરાશાયી થવાની અણીએ હતું. મકાનના કેટલાક ભાગ ખરી રહ્યા હોવાની જાણ થતા ફાયર બ્રિગેડ પહોંચી હતી. સદનસીબે મકાનમાં કોઈ રહેતું ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર બ્રિગેડે બેરીકેટ લગાવી કોર્પોરેશનને જાણ કરી.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરાના ચાર દરવાજા નજીક વધુ એક જર્જરીત મકાન ધરાશાયી થઈ જાય તેવી સ્થિતિમાં આવી જતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
ફતેપુરા ચાર રસ્તા નજીક આવેલી પીતાંબર પોળ માં ત્રણ માળનું એક મકાન ભયજનક બનતા રહીશોમાં ગભરાટની લાગણી વ્યાપી હતી. આ મકાનના કેટલાક ભાગ ખરી રહ્યા હોવાની જાણ થતા ફાયર બ્રિગેડ પહોંચી હતી.
આ મકાનમાં કોઈ રહેતું નહીં હોવાની ફાયર બ્રિગેડને વિગતો જાણવા મળી હતી. જેથી મકાનને સુરક્ષિત કરીને બેરીકેટ લગાવવામાં આવ્યા હતા અને કોર્પોરેશનના અધિકારીને આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી હતી.