Baroda

વડોદરામાં હેરોઈન સાથે પેડલર દીપુ સરદાર પકડાયો, પંજાબનું કનેક્શન ખુલ્યું

By GS Team
12 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ડ્રગ્સનો વધુ એક કેસ સામે આવ્યો છે. કરોડીયાના ઇન્દિરાનગરમાંથી જગદિપસિંહ ઉર્ફે દીપુ સરદાર પાસેથી 3.65 લાખનું 18 ગ્રામથી વધુ હેરોઈન અને રોકડા 50 હજાર મળ્યા. દીપુએ જણાવ્યું કે, અમૃતસરનો બિલ્લાસિંગ પાજી 15 દિવસ પહેલા હેરોઈન આપી ગયો હતો. પોલીસે બિલ્લાસિંગને વોન્ટેડ જાહેર કરી પંજાબ કનેક્શનની વધુ તપાસ હાથ ધરી છે. 10 દિવસમાં આ 5મો કેસ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં હેરોઈન સાથે પેડલર દીપુ સરદાર પકડાયો, પંજાબનું કનેક્શન ખુલ્યું

Vadodara Drugs Smuggling : વડોદરા શહેરમાં ડ્રગ્સનો વધુ એક કેસ થયો છે અને તેમાં પંજાબનું કનેક્શન ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. પોલીસે પંજાબના ડ્રગ્સ સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને 10 દિવસમાં ડ્રગ્સના 5 કેસ કરવામાં આવ્યા છે ત્યારે કરોડીયા વિસ્તારના ઇન્દિરા નગરમાંથી હિરોઈન મળી આવવાનો વધુ એક કિસ્સો બન્યો છે.
કરોડીયાના ઇન્દિરા નગરમાં રહેતો જગદિપસિંહ ઇન્દ્રજીત સિંઘ નાર ઉર્ફે દીપુ સરદાર હેરોઇનનો ધંધો કરતો હોવાની વિગતો મળતા એસ.ઓ.જીએ દરોડો પાડ્યો હતો. જે દરમિયાન દીપુ પાસેથી રૂ3.65 લાખનું 18 ગ્રામથી વધુ હેરોઈન મળી આવ્યું હતું. પોલીસે તેની પાસેથી હેરોઈનના વેચાણના રૂ.50 હજાર પણ કબજે કર્યા હતા.
પોલીસની પૂછપરછ દરમિયાન હેરોઈનનો જથ્થો 15 દિવસ પહેલા બિલ્લાસિંગ પાજી નામનો અમૃતસરનો શખ્સ આપી ગયો હોવાની વિગતો મળી હતી. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.